તો કોઇ એક ચહેરા માટે તરસી જાય છે…….


ક્યાંક ધોધમાર વરસાદ વરસી જાય છે,
ક્યાંક એક બુંદની તરસ રહી જાય છે,
કોઇને મળે છે હજાર બહાના પ્રેમમાં,
તો કોઇ એક ચહેરા માટે તરસી જાય છે…….

કરે લાચાર જે મનને, ખપે એવા સહારા શું?


કરે લાચાર જે મનને, ખપે એવા સહારા શું?
સફર તો છે ઘણી બાકી, તું શોધે છે કિનારા શું?
સજાવી આંખમાં સપનું કદી જીવન જીવી તો જો
પછી કળશે તને બંધુ, કે ડાહ્યા શું, દિવાના શું…

-હિમાંશુ ભટ્ટ

મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે


આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

– શ્રી રમેશ પારેખ

પ્રેમ તો જુનો છે પણ કોણ કબુલાત કરે ?


પ્રેમ તો જુનો છે પણ કોણ કબુલાત કરે ?
પ્રેમમાં શબ્દો થકી કોણ રજુઆત કરે ?
વાત કરવાને છીએ બન્ને તત્પર,
પણ કોણ વાતની શરુઆત કરે ?

મૃત્યુ તારા હોઠ પર આવે………


તારી આંખનું આંસુ બનવા માગું છું,
જનમ તારી આંખોમાં,
જીવન તારા ગાલ પર,
મૃત્યુ તારા હોઠ પર આવે………

માનવ ઉપર છે એવા ભરોસા ન જોઈયે


માનવ ઉપર છે એવા ભરોસા ન જોઈયે
બદલા જગતની રીત મુજબના ન જોઈયે
તારું એ બહાનુ હોય જો અમને નિભાવવા
તો ઓ ખુદા અમારે એ શ્રદ્ધા ન જોઈયે.

ઝલક ઓ ઈશ તો ઉજળા ભવિષ્ય ની દઈ દે.


આ વર્તમાન માં તેજસ્વી જિંદગી દઈ દે
છે અંધકાર ગમે ત્યાંથી રોશની દઈ દે
કિરણ ના દઈ શકે ભૂતકાળ ના દિવસ માંથી
ઝલક ઓ ઈશ તો ઉજળા ભવિષ્ય ની દઈ દે.

કે મુક્ત થવું હોય તો માયા ન સમજ


દૃષ્ટિ ભલે રાખ તમાશા ન સમજ
રણ માન મગર કોઇને પ્યાસા ન સમજ
બેફામ જગત આખું છે એવી માયા
કે મુક્ત થવું હોય તો માયા ન સમજ.

-બેફામ

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?


‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી

ચોરીને દિલ મારું તમે શરમાવ છો કેમ ?


ચોરીને દિલ મારું તમે શરમાવ છો કેમ ?
રાખવું હોય તો રાખો હવે ગભરાવ છો કેમ ?
જમાનાની શરમ કાજે ભલે નીચું જુઓ છો પણ,
કરી ને કર્યા નીજ હાથે હવે પસ્તાવ છો કેમ ? ? ?

રહી રહીને દિલને દર્દ સતાવે તો શું કરું ?


રહી રહીને દિલને દર્દ સતાવે તો શું કરું ?
હરદમ જો તેની યાદ રડાવે તો શું કરું ?
ખબર મળ્યાં હતા કે થાસે મુલાકાત સ્વપ્નામાં,
પણ રાતભર જો ઊંઘના આવે તો શું કરું ? ? ? ?

સાગર છુ હુ સરિતા ને સમાવિ જાણુ


સાગર છુ હુ સરિતા ને સમાવિ જાણુ
કૈ ના રાખુ ઉર્ર મા હુ, બધુ જ કિનારે લાવુ;
લોક મને બદનામ કરે કે ખાર ર્હિદય મા રાખુ છુ
પણ કોણ પુછે છે સરિતા ને કે કેટ્લો પ્યાર હુ રાખુ છુ.

જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી’તી,


થોડીક શીકાયત કરવી’તી,
થોડાક ખુલાસા કરવા’તા,
એ મોત જરા રોકાઈ જતે,
મારે પણ બે ચાર કામ હતા,
જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછા પાના જોઈ શક્યો,
બહુ અંગત અંગત નામ હતા….

હજી આંખમાં જાણે ફરકે છે કોઇ


હજી આંખમાં જાણે ફરકે છે કોઇ
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ
વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’
હજી પણ રગેરગમાં સરકે છે કોઇ

-‘ઘાયલ’

રજની વીના ની સવાર ક્યાય નહી મળે


રજની વીના ની સવાર ક્યાય નહી મળે,
સુરજ વીના ના કીરણો કયાય નહી મળે.
થભી જશે આ કાફલો મજીલ થી કયાય દુર,
તારી કસમ જો તારો એક ઇશારો નહી મળે.

તારા ઓ ન પણ કઇક કહાની હશે


તારા ઓ ન પણ કઇક કહાની હશે,
અતરીક્ષ ની દુનીયા પણ સુહની હશે.
અમથી નથી આ આકાશ ની જાહોજલલી,
જરુર એ કોઇક ના પરેમ ની દીવાની હશે.

લખી લેજો હથેળીમાં નામ મારું


લખી લેજો હથેળીમાં નામ મારું,
સ્નેહના દેશમાં છે ધામ મારું,
કોક દિવસ જો તરસ લાગે તમને,
તો હથેળીથી પાણી પીતાં યાદ આવશે નામ મારું…..

તમારી વાતમાં


આમ તો હું શુન્યમાં રહેલો વિસ્તાર છું
શબ્દ નહી પણ શબ્દમાં રહેલો ભાર છું
સમજવા છતાંએ એટલું જ સમજ્યો તમારી વાતમાં
કે સદા તમારી સમજની બહાર છું….

મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી


જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ,
ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ,
મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી,
કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ….

કોઇવાર


કોઇવાર કોઇની પ્રીત પણ તકલીફ આપે છે.
આંખોને ગમે તે રીત પણ તકલીફ આપે છે.
હમેંશા હારથી નથી હારી જતો માણસ,
કોઇવાર જગતમાં જીત પણ તકલીફ આપે છે….

ચોરીને દિલ મારું તમે શરમાવ છો કેમ


ચોરીને દિલ મારું તમે શરમાવ છો કેમ ?
રાખવું હોય તો રાખો હવે ગભરાવ છો કેમ ?
જમાનાની શરમ કાજે ભલે નીચું જુઓ છો પણ,
કરી ને કર્યા નીજ હાથે હવે પસ્તાવ છો કેમ ? ?

પ્રેમ તો જુનો છે પણ કોણ કબુલાત કરે


પ્રેમ તો જુનો છે પણ કોણ કબુલાત કરે ?
પ્રેમમાં શબ્દો થકી કોણ રજુઆત કરે ?
વાત કરવાને છીએ બન્ને તત્પર,
પણ કોણ વાતની શરુઆત કરે ?

આ પ્રેમની રમત પણ કમાલ છે


આ પ્રેમની રમત પણ કમાલ છે,
હાર હોય કે જીત એક સરખી ધમાલ છે,
નિરાળા એના નિયમ નિરાળી એની ચાલ છે,
હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે….

આપી શકે તો


આપી શકે તો તારો પ્યાર માંગુ છું,
સાચા હ્યદયથી તારો સહકાર માંગુ છું,
કરીશ નહી ચિંતા પ્યાર માટે પ્રાણ પણ આપીશ,
રોકડો છે હિસાબ હું ક્યાં ઉધાર માંગુ છું…

હર શ્વાસમાં તારી યાદ મૂકું છું


હર શ્વાસમાં તારી યાદ મૂકું છું,
મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું,
સાચવજે મારા આ વિશ્વાસને જતનથી,
મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું….