પ્રેમ તો જુનો છે પણ કોણ કબુલાત કરે


પ્રેમ તો જુનો છે પણ કોણ કબુલાત કરે ?
પ્રેમમાં શબ્દો થકી કોણ રજુઆત કરે ?
વાત કરવાને છીએ બન્ને તત્પર,
પણ કોણ વાતની શરુઆત કરે ?

આ પ્રેમની રમત પણ કમાલ છે


આ પ્રેમની રમત પણ કમાલ છે,
હાર હોય કે જીત એક સરખી ધમાલ છે,
નિરાળા એના નિયમ નિરાળી એની ચાલ છે,
હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે….

આપી શકે તો


આપી શકે તો તારો પ્યાર માંગુ છું,
સાચા હ્યદયથી તારો સહકાર માંગુ છું,
કરીશ નહી ચિંતા પ્યાર માટે પ્રાણ પણ આપીશ,
રોકડો છે હિસાબ હું ક્યાં ઉધાર માંગુ છું…

હર શ્વાસમાં તારી યાદ મૂકું છું


હર શ્વાસમાં તારી યાદ મૂકું છું,
મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું,
સાચવજે મારા આ વિશ્વાસને જતનથી,
મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું….

સમય વહી જાય છે


સમય વહી જાય છે,
જીવન વીતી જાય છે,
સાથી ના સાથ છૂટી જાય છે,
આંખ માંથી આંસુ વહી જાય છે,
જીવન મા મળે છે ઘણા લોકો,
યાદ બહુ થોડા રહી જાય છે !

ખુશ નથી છતાં ખુશ રહેવુ પડે છે


ખુશ નથી છતાં ખુશ રહેવુ પડે છે
કોઇ પુછે કેમ છે તો મજામા કહેવ પડે છે
દિલ મ થયા હજારો જખ્મો
છતા હસતા રહેવુ પડે છે
જીન્દગી એક નાટક છે
બરબાદ થઇ ને પન જીવવુ પડે છે

પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ


પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ
કોઇ એની સાથે ઇન્સાફ નથી કરતુ
લોકો પ્રેમ ને પાપ કહે છે
પણ કોણ એવુ છે જે આ પાપ નથી કરતું

મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા


મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા,
મળે છે કોઈ એક જ પ્રેમી ને સચી લગન દીલ ની,
બધાયે ઝેર પીનારા ઓ કૈં શંકર નથી હોતા…………

પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે


પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !

ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા


ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા
અજાણે આમ હાલતની, ઘણાએ લાજ રાખી છે.

એ થાસે નારાજ તો વધારે સતાવીશ્


એ થાસે નારાજ તો વધારે સતાવીશ્,
એના વિચારો થકી હુ સપના મા આવીશ્,
મે તો લખી નાખ્યુ છે જીવન એના નામે,
એક દિવસ જોઈ લે જો એની પાસે પણ લખાવીશ્.

છેતરે છે લોકો મને છેતરાતો આવ્યો છુ


છેતરે છે લોકો મને છેતરાતો આવ્યો છુ,
લુટે છે લોકો મને, લુટાતો આવ્યો છુ,
નથી આપવાને તુજને કઈ,
પરન્તુ આપવાને તુજને કઈ વેચાતો આવ્યો છુ
મેળવી શકી નથી મન્જિલે પ્રેમ,
ને જમાના મા બદનામ થતો આવ્યો છુ.

ચાહે છે તુ પણ જીવુ છુ તેવા વહેમ મા


ચાહે છે તુ પણ જીવુ છુ તેવા વહેમ મા
મલે છે પ્રેમ નો સાચો અર્થ, જોવુ છુ તારા નયન મા,
ચાહે તુ મને મલે કે ના મલે,
પણ જીન્દગી વીતાવીશ તારા પ્રેમ મા.

બાકી તો અંધારે પડછાયા પણ સાથ છોડી જાય છે…..


ક્યાં બધું અહીંયા રહી જાય્ છે ?
બધું સમયની સાથે વહી જાય છે.
મધ્ દરીયે ડુબેલી નાવો પાછી આવી જાય છે,
જીવનના ઘાવોંમાં પણ રુઝ આવી જાય છે,
સાથ મળ્યો મને આપનો – જીવનભર નીભાવજો,
બાકી તો અંધારે પડછાયા પણ સાથ છોડી જાય છે…..

સૂરજ ને ક્ષિતીજ પર બૂઝતો જોયો છે


સૂરજ ને ક્ષિતીજ પર બૂઝતો જોયો છે,
ચાંદ ને અંધારાથી જુજતો જોયો છે,
જળ તો વહી ગયા રદય ને સ્પશીને,
પરંતુ આજે શ્શ્વાસ ને કોઇ ની રાહમાં અટકતો જોયો છે…