Posted on ફેબ્રુવારી 21, 2011 by Swati
“વિશ્વ માતૃભાષા દિવસ”ની શુભેચ્છાઓ સાથે
ગુજરાતી ભાષાનું ગૌરવ દર્શાવતી શ્રી ઉમાશંકર જોષીની આ અમર રચના
જે જન્મતાં આશિષ હેમચન્દ્રની
પામી, વિરાગી જિનસાધુઓએ
જેનાં હિંચોળ્યા મમતાથી પારણાં,
રસપ્રભા ભાલણથી લહી જે
નાચી અભંગે નરસિંહ-મીરાં-
અખા તણે નાદ ચડી ઉમંગે
આયુષ્મતી લાડલી પ્રેમભટ્ટની
દ્રઢાય ગોવર્ધનથી બની જે,
અર્ચેલ કાન્તે, દલપત પુત્રે
તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા
ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી
– ઉમાશંકર જોષી (૧૯૧૧ – ૧૯૮૮)
Filed under: ઉમાશંકર જોશી, કવિતા, ગીત | Tagged: આયુષ્મતી, આશિષ, ઉમાશંકર જોષી, ઋતંભરા, ગુર્જરી ગિરા, જન્મતાં, જિનસાધુઓએ, જે, નાચી અભંગે નરસિંહ-મીરાં-, પામી, વિરાગી, વિશ્વ માતૃભાષા દિવસ, વિશ્વમાંગલ્યધાત્રી, હેમચન્દ્રની | 2 Comments »
Posted on ફેબ્રુવારી 16, 2011 by Swati
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
રણઝણે તાર તાર પર તાર !
અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
સપ્ત તેજના તંતુ પરોવી તેં છેડ્યો કામોદ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
કુંજ કુંજ ગોચર ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ.
ક્ષીરસિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
અમે પૂછતાં કોણ વરસતું, નહીં વાદળ, નહીં વીજ,
તેં તારો મુખચંદ દરસિયો, મુજને પડી પતીજ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આશાનું મંજુલ મંજુલ ગાન.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
– ‘સુન્દરમ્’
Filed under: કવિતા, ગીત, સુન્દરમ્ | 1 Comment »
Posted on ફેબ્રુવારી 13, 2011 by Swati
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ કો કાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલ સૂરજ તારા, સોનલ ઉજાશ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ
– ‘સુન્દરમ્’
Filed under: કવિતા, ગીત, સુન્દરમ્ | 2 Comments »
Posted on ફેબ્રુવારી 10, 2011 by Swati
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો
આંખો તો મોગરાની ડાળીનું નામ
એને શમણું જોયાનું ફૂલ ઝૂલે
રુંવેરુંવામાં પડે મ્હેકતી સવાર
જ્યારે પાંપણની પાંદડીઓ ખૂલે
હાથમાંથી સરકીને વહી જાતાં ભાનસાન
વીંઝે રે દૂર દૂર પાંખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો
દીધું ન જાય કોઇ પંખીનું નામ
એવી હોઠોમાં ઉપડતી ગહેક
જાણે બધું નજરાઇ જાતું ન હોય
એમ – જેને જોઉં તે મ્હેક મ્હેક !
એટલું ય ઓછું ન હોય એમ ફળિયામાં
આંબાની લૂમઝૂમ સાખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો
– રમેશ પારેખ
Filed under: ગીત, રમેશ પારેખ | 5 Comments »
Posted on ડિસેમ્બર 27, 2010 by Swati
ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે; ક્યાં હાલ્યા ?
ઓઢણીએ કીધું કે : ઊડવા…
ખીંટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું
તો ઓઢણી ક્યે: હવે ઝાલ્યો, ઝાલ્યો !
ઓરડાએ કીધું : અલી, મારી મરજાદ રાખ
હું તને કઇ પા-થી સાલ્યો ?
ના, નહીં જાવા દઉં… ના, નહીં – એમ કહી હીંચકાએ માંડ્યું કિચૂડવા
ઊંબર બોલ્યો કે : હું તો આડો નડીશ,
તયેં ઓઢણી બોલી કે : તને ઠેકશું,
ફળિયું ક્યે : અરરર, તો ઓઢણી ક્યે: મર્ર,
તને પાંચીકા જેમ ક્યાંક ફેંકશું
વાયરાએ કીધું કે : હાલ્ય બાઇ, ચોંપ રાખ્ય, અમે તને નહીં દૈયેં બૂડવા
ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે: ક્યાં હાલ્યા?
ઓઢણીએ કીધું કે: ઊડવા…
– રમેશ પારેખ
Filed under: ગીત, રમેશ પારેખ | 1 Comment »
Posted on ડિસેમ્બર 17, 2010 by Swati
કુંજડીઓ થૈ બોલે છે પડછાયા
વહી ગયેલા દિવસો કોના ઘરમાં આવ્યા ?
કોણ ક્યારનું હળથી મારી પડતર માટી ખેડે ?
અડધું ઊગે અંકુર થઈને પડધું પૂગે શેઢે
ખેતરને ભીંજવતી આજે ટહુકે કોની છાયા ?
કુંજડીઓ થૈ બોલે છે પડછાયા…
ઝાકળ જેવી આંખો ખોલી શેઢો સસલું બોલે
આંબા ઉપર ફૂટે મંજરી સીમ ચડી છે ઝોલે
ફૂલ ફૂલમાં આભ ઊતર્યું સૂરજ થઈ છે કાયા
કુંજડીઓ થૈ બોલે છે પડછાયા…
ઊડી ગયેલું જંગલ લઈને પંખી ડાળે આવ્યાં
વહી ગયેલા દિવસો પાછા સૂના ઘરમાં લાવ્યાં –
કુંજડીઓ થૈ બોલે છે પડછાયા
– મણિલાલ હ. પટેલ
Filed under: કવિતા, ગીત, મણિલાલ હ. પટેલ | Tagged: આવ્યા ?, કુંજડીઓ, કોના, ગયેલા, ઘરમાં, થૈ બોલે છે, દિવસો, પડછાયા, મણિલાલ હ. પટેલ, વસંતનું પદ, વહી, manilal ha. patel | 3 Comments »
Posted on ડિસેમ્બર 12, 2010 by Swati
ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?
પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?
ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!
પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું
તૂટવાનો અર્થ તને અડકે નહીં , તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ !
– રમેશ પારેખ
Filed under: ગીત, રમેશ પારેખ | Tagged: ઝાડ એના પાંદડાંને પૂછે, તારી ને મારી વાત, રમેશ પારેખ, રસ્તાની જેમ | 4 Comments »
Posted on નવેમ્બર 18, 2010 by Swati
મારા અંતરની વેદના જોવા
જરીક ! શ્યામ રાધે બનો.
મૂકી મુરલીને આંસુ લ્હોવા
ઘડીક ક્ હાન ! રાધે બનો.
પેલા માલમુકુટ બાજુ મૂકો
આ વેશ ધરી રાધે બનો.
રંગચૂંદડીને વેસર ઝૂકો
મોહનપ્યાસી રાધે બનો.
બધું ધારો તોયે નહીં પામો
હૈયું મારું, રાધે બનો.
શ્રમ સઘળો જશે નક્કામો
છતાંય, જરા રાધે બનો.
મને મોહનસ્વરૂપ જરી દૈને
પ્રીતમ ! તમે રાધે બનો.
ઘડીભરનો આ ખેલ લઈને
રાધે-શ્યામ રાધે બનો.
– પિનાકીન ત્રિવેદી
0.000000
0.000000
Filed under: કવિ/કવિયત્રી, કવિતા, ગીત, પિનાકીન ત્રિવેદી | Tagged: અંતરની, આંસુ, કવિતા, ગીત, ગુજરાતી, જરી, જરીક, જશે, જોવા, દૈને, નક્કામો, પિનાકીન ત્રિવેદી, મને, મારા, મુરલીને, મૂકી, મોહનપ્યાસી, મોહનસ્વરૂપ, રાધે બનો, લ્હોવા, વેદના, શ્યામ, શ્રમ, સઘળો | 5 Comments »
Posted on નવેમ્બર 12, 2010 by Swati
અલ્યા, કાગળ પર ચીતરે છે મોર?
મોરને તો નાનકડું છોકરું યે ચીતરે
હો હિંમત તો ટહુકો તું દોર…
મારામાં રાખી અકબંધ મને ચોરે
તું એવો તે કેવો ઘરફોડું?
છતરીની જેમ મને ઓઢી લે આખી
ને પલળે છે તોય થોડું થોડું
પાણીથી ઠીક, જરા પલળી બતાવ મને
હોય જ્યારે કોરુંધાકોર…
મેલું આકાશ ખૂલે જડબાંની જેમ
જાણે ખાતું બગાસું કોઇ લાંબુ
વાદળાય આમ તો છે કાંઇ નથી બીજું
છે ઠળિયા વિનાના બે’ક જાંબુ
વાદળા કે જાંબુ તો ઢગલો તું ચોરે
જરા આખું આકાશ હવે ચોર…
– રવિન્દ્ર પારેખ
0.000000
0.000000
Filed under: કવિ/કવિયત્રી, કવિતા, ગીત, રવિન્દ્ર પારેખ | Tagged: અલ્યા, કાગળ પર, ચીતરે, ચીતરે છે મોર?, છોકરું, તો, નાનકડું, મોરને, રવિન્દ્ર પારેખ, હો હિંમત તો ટહુકો તું દોર | 3 Comments »
Posted on સપ્ટેમ્બર 28, 2010 by Swati
હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી ! હું તો આખી ને આખી ભીંજાણી.
રે ! દરિયે કાંઇ નદીયું લુંટાણી સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
કોરાકટ આકાશે આવ્યું ઓચિંતું એક્ વાદળનું મખમલિયું પૂર.
છાંટે છાંટે ‘લિ મુંઇ છોલાતી જાઉં, પણ કેમ કરી જાવું રે દૂર?
મારી ચુંદડીને કોણ ગયું તાણી ? સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
ઝંખનાઓ ચોમાસા જેમ કાંઇ વરસે ને અંગ અંગ ઉમટે તોફાન;
કુંવારા સપનાઓ સળવળવા લાગે ને ભુલાતું સઘળુંયે ભાન;
હું તો ભીનપના ભારથી મુંજાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
-વિમલ અગ્રાવત
Filed under: કવિતા, ગીત, વિમલ અગ્રાવત | Tagged: !, આખી, ઇ પાણી, કાંઇ, કુંવારા, કોણ, ગયું, ચુંદડીને, તાણી?, તો ભીનપના, દરિયે, નદીયું, ને આખી, પહેલું, ભાન, ભારથી, ભીંજાણી., ભુલાતું, મારી, મુંજાણી, મોસમનું, લાગે ને, લુંટાણી, વિમલ અગ્રાવત, સખીરી !, સઘળુંયે, સપનાઓ, સળવળવા, હતું, હું તો | 3 Comments »
Posted on ઓગસ્ટ 29, 2010 by Swati
ઓધા, ચૈતરના ચારે જુગ વૈ ગિયા
એવો વખ રે સરીખો વૈશાખ, ઓધવજી
જેઠે જીવણજી શું ના’વિયા.
ઓધા, અષાઢી ઘમઘોરિયા
એવો શ્રાવણ સેવ્યો ન જાય રે, ઓધવજી
ભાદરવો ભલે ગાજિયો.
ઓધા, આસોનાં અજવાળિયાં
એવા કારતકે પૂર્યા મનના કોડ રે, ઓધવજી
માગશરે મળ્યા મીઠા માવજી.
ઓધા, પોષે સુકાણો પોપટ પાંજરે
એવા માયે સુકાણાં મારાં મન રે, ઓધવજી
ફાગણ ફૂલ્યો ફૂલડે .
ઓધા, સુંદરી સંદેશો મોકલે
એના સંદેશે વે’લેરા પધારો રે, ઓધવજી
સુંદરી મો’લુમાં એકલાં
ઓધા, તમથી ભલાં વનનાં પંખીડાં
એ સાંજ પડે ને ઘેર જાય રે, ઓધવજી
સુંદરી મો’લુમાં એકલાં
– ઝવેરચંદ મેઘાણીના ‘રઢિયાળી રાત’માંથી
Filed under: કવિ/કવિયત્રી, ગીત | 1 Comment »
Posted on ઓગસ્ટ 26, 2010 by Swati
જા રે ઝંડા જા
ઉંચે ગગન, થઇને મગન, લહેરા જા
ફૂંકયા જેણે માથા, એની યશોગાથા,
ફરકી ફરકી ગા જા.
જા રે ઝંડા જા
શહીદ થઇને તારે ચરણે સૂતા લાડકવાયા
સ્વાધીનતાના તાણે વાણે એના હજુ પડછાયા
મુક્ત થઇ છે તો મુક્ત જ રહેશે,
તારે કારણ મા મા
જા રે ઝંડા જા
દિવાલ થઇને ઉભો હિમાલય મુઠ્ઠીમાં મહેરામણ
ઘરના પરના દુશ્મન સાથે ખેલાશે સમરાંગણ
મુક્ત ધરા છે, મુક્ત ગગન છે
મુક્ત જીવતની જ્યોત જલે
ફૂલ્યો ફાલ્યો ફાગણ રહેશે
સ્વાધીનતાના રંગ તળે
આભને સૂરજ એક જ સૂરજ
તું બીજો સૂરજ થા
જા રે ઝંડા જા
– અવિનાશ વ્યાસ
આ ગીત ટહુકો પર સાંભળી શકશો જા રે ઝંડા જા
Filed under: અવિનાશ વ્યાસ, ગીત | Tagged: ઉંચે ગગન, ઉભો, એની, જા રે ઝંડા જા, જેણે, થઇને, દિવાલ, ફૂંકયા, મગન, મહેરામણ, માથા, મુઠ્ઠીમાં, યશોગાથા, લહેરા જા, હિમાલય | 2 Comments »
Posted on ઓગસ્ટ 13, 2010 by Swati
બંસરીના સૂરમાં ભીંજાવું
સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.
બંસરીના સૂર આંખ મીંચીને સાંભળું ત્યાં,
આછું અડકે મોરપીંછું.
પીંછાનાં રંગો તો સાત સાત સૂર અને
સૂર મહીં મેઘધનુષ દીઠું,
આવું રે કરે ને વળી પોતે સંતાઈ રહે
મારે ક્યાં રે રહેવું ને ક્યાં જાવું?
સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.
લોક કહે છે આ જોગણ વેરાગણ રે
સઘળું છોડીને આ તો હાલી,
જોગ ને વેરાગ બેની હું રે શું જાણું
મને લાગે છે વાંસલડી વાલી.
વ્હાલપનો સાગર છલકાય બ્હાર અંદર, હું
છાલકને ક્યાં રે સમાવું?
સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.
– નયના જાની
Filed under: કવિ/કવિયત્રી, ગીત, નયના જાની | Tagged: અંદર, આંખ, છલકાય, દીઠું, નયના જાની, બંસરીના, બહાર, ભીંજાવું, મહીં, મારે, મીંચીને, મેઘધનુષ, વ્હાલપનો સાગર, સખીરી !, સાંભળું ત્યાં, સૂરમાં | 2 Comments »
Posted on જુલાઇ 21, 2010 by Swati
આજે ૨૧ જુલાઈના રોજ શરૂ થતા ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોષીના જન્મશતાબ્દિ વર્ષની ઉજવણી નિમિત્તે એમની આ અમર રચના…
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજની જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
– ઉમાશંકર જોષી
(૨૧/૦૭/૧૯૧૧ – ૧૯/૧૨/૧૯૮૮)
ગુજરાતી સુગમસંગીતના પિતામહ એવા શ્રી અવિનાશભાઈનો જન્મદિન પણ ૨૧/૦૭/૧૯૧૧ છે.
Filed under: ઉમાશંકર જોશી, કવિ/કવિયત્રી, કવિતા, ગીત | Tagged: અંતરની વેદના, આંખ લ્હોવી, ઉમાશંકર જોષી, ઉરબોલના, કંદરા, કુંજ કુંજ, કોક, કોકિલાને માળે, કોતરો ને, ગયો, જંગલની, જોવી'તી, ઝીલવા, ડાળે ઝૂલંત, પડઘા, ફેલાયા આભમાં, ભોમિયા વિના મારે, રોતા ઝરણાની, વેરાયા બોલ મારા, સરવરિયાની, સૂના, સોનેરી પાળે, હંસોની હાર | Leave a comment »
Posted on જૂન 26, 2010 by Swati
ઉદાસી, શોક, એકલતા અને અવસાદ વાંચું છું;
હું મારી ડાયરીનું પૃષ્ઠ જો એકાદ વાંચું છું.
હવાઓમાં લખેલી મહેકની મરજાદ વાંચું છું;
સવારે ફૂલ શા ઘરમાં હું તારી યાદ વાંચું છું.
નથી અક્ષર થઈ એવી કોઈ ફરિયાદ વાંચું છું;
હું તારા સાવ કોરા પત્રનો અનુવાદ વાંચું છું.
થયેલી સાવ જર્જર કોઈ જૂની ચોપડી જેવી –
સૂની શેરી હું વાંચું છું ને વરસો બાદ વાંચું છું!
છે મારા ગામનું આકાશ કોરુંકટ્ટ આંખોમાં;
અને છાયામાં તારા શહેરનો વરસાદ વાંચું છું!
હું આખું વૃક્ષ વાંચું એટલો સાક્ષર થયો છું ક્યાં?
મથામણ બહુ કરું ત્યારે ફકત એક પાંદ વાંચું છું !
– કરસનદાસ લુહાર
0.000000
0.000000
Filed under: કરસનદાસ લુહાર, કવિ/કવિયત્રી, કવિતા, ગઝલ, ગીત, ગુજરાતી શાયરી | Tagged: ઉદાસી, એટલો સાક્ષર, એવી કોઈ, કરસનદાસ લુહાર, કોરુંકટ્ટ આંખોમાં;, ગામનું આકાશ, ઘરમાં, જો એકાદ, ડાયરીનું પૃષ્ઠ, તારા શહેરનો વરસાદ...!, થઈ, થયો છું ક્યાં? છે મારા, નથી અક્ષર, પત્રનો અનુવાદ, ફરિયાદ સવારે, ફૂલ શા, મહેકની મરજાદ, વાંચું છું;, વૃક્ષ વાંચું, શોક, સાવ કોરા, હવાઓમાં લખેલી, હું આખું, હું તારા, હું તારી, હું મારી | 2 Comments »
Posted on જૂન 22, 2010 by Swati
બે ચાર છાંટાથી છીપે, એવી નથી મારી તરસ,
તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.
નાંખ છત્રીને ધરામાં, નિર્વસન થૈને નીકળ,
આવું ચોમાસું ભલા ન આવતું વરસોવરસ.
મઘમઘું હું હેમ થઈને, ઝગમગું સૌરભ બની,
તું મને સ્પર્શે તો મિતવા આવ તે રીતે સ્પરશ.
કોઈ મારામાં વસે છે, ને શ્વસે છે રાતદિન,
એ મને જોતું સતત, પણ ના થતાં એના દરશ.
અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે,
કોણ સામે તીર બજવે બાંસુરી એવી સરસ.
સાંકડે મારગ, મદોન્મત્ત હાથિણી સામે ખડો,
કાં છૂંદી નાંખે મને, કાં મસ્તકે ઢોળે કળશ.
– પુરુરાજ જોષી
Filed under: કવિ/કવિયત્રી, કવિતા, ગઝલ, ગીત, પુરુરાજ જોષી | Tagged: આકાશ, એવી નથી, છાંટાથી છીપે, તરસ, તારે, પુરુરાજ જોષી, બે ચાર, મન મૂકી વરસ, મારી, વરસવું હોય તો | 7 Comments »
Posted on જૂન 16, 2010 by Swati
પ્હેલ પરથમ પાંખ દીધી ને પછી પીંજર ધર્યું
ચોપડે ચીતરેલ ખાતું, એ રીતે સરભર કર્યું.
પારધીના એક શરથી થઈ ગયું આહત વિહગ
ચીસથી જો કે યુગો લગ, આભ આખું થરથર્યું.
વૃક્ષની હરએક ડાળીની કરી હત્યા પછી
છાંયડાની ઝંખનાએ, એના મનમાં ઘર કર્યું.
માંડવો મધુમાલતીનો ને પથારી જૂઈની
રાત રહી પાસાં બદલતી, ને ગગન ઝરમર ઝર્યું.
ઠામઠેકાણા વિના ક્યાં ખોળવો તુજને ભલા
આમ આલય સાવ ખાલી, આમ સચરાચર ભર્યું.
– પુરુરાજ જોષી
0.000000
0.000000
Filed under: કવિ/કવિયત્રી, કવિતા, ગઝલ, ગીત, ગુજરાતી શાયરી, પુરુરાજ જોષી, શાયરી | Tagged: આભ આખું, આમ, આમ સચરાચર ભર્યું, આલય, આહત, એક શરથી, કરી હત્યા, કર્યું, ક્યાં ખોળવો, ગગન, ચીસથી, ચોપડે ચીતરેલ ખાતું, છાંયડાની, ઝરમર ઝર્યું, ઝળહળ કર્યું, ઠામઠેકાણા વિના, તુજને ભલા, થરથર્યું, પથારી જૂઈની, પાંખ દીધી, પારધીના, પાસાં બદલતી, પીંજર ધર્યું, પુરુરાજ જોષી, પ્હેલ પરથમ, મધુમાલતીનો, મનમાં ઘર, માંડવો, યુગો લગ, રહી, વિહગ, વૃક્ષની, સરભર, સાવ ખાલી, હરએક ડાળીની | Leave a comment »
Posted on જૂન 13, 2010 by Swati
ગાઢ ધુમ્મસપટની પેલે પાર તું હોઈ શકે,
રંગ રેખા કે નહીં આકાર તું હોઈ શકે.
કોઈ મારા બારણે જાસાચિઠ્ઠી નાખી ગયું,
અક્ષર તો ક્યાંથી ઉકલે લખનાર તું હોઈ શકે.
રાગ પારિજાત લ્હેરાતો રહ્યો છે રાતભર,
ક્યાંક નજદીક બેસીને ગાનાર તું હોઈ શકે.
આટલાં વ્હાલાં મને લાગ્યાં નથી પૂર્વે કદી,
આ અભાવો, પીડ મોકલનાર તું હોઈ શકે.
– પુરુરાજ જોષી
( આ રચના પૂરી છે કે અધુરી એ ખબર નથી, જો કોઈને જાણ હોય તો ધ્યાન દોરશો…)
Filed under: કવિ/કવિયત્રી, કવિતા, ગઝલ, ગીત, પુરુરાજ જોષી | Tagged: અક્ષર, અભાવો, આટલાં વ્હાલાં, ક્યાંક નજદીક બેસીને, ક્યાંથી ઉકલે, ગાનાર, જાસાચિઠ્ઠી નાખી ગયું, તું હોઈ શકે, નથી પૂર્વે કદી, પીડ, પુરુરાજ જોષી, મને લાગ્યાં, મારા બારણે, મોકલનાર, રાગ પારિજાત, રાતભર, લખનાર, લ્હેરાતો રહ્યો છે | 5 Comments »
Posted on મે 27, 2010 by Swati
‘મળશું’ નામે એક મહેલનો વણઉકલ્યો છે ભેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?
નિત નવા ઉમંગો માગી, મેઘધનુષી રંગો માગી,
તમે થઈ ગયા ચૂપ
રંગો સઘળા લાવું ક્યાંથી, ખાલી હાથે આવું ક્યાંથી,
ક્યાંથી ચીતરું રૂપ ?
રંગો સઘળા ભેગા થઈને વ્યક્ત કરે છે ખેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?
ક્ષણના તારેતાર ઉપર પણ, ઈચ્છાઓના દ્વાર ઉપર પણ,
મારી દીધી સાંકળ
યુગો યુગોથી ખૂલવા કરતી ‘હોવું’ નામે બોતલ ઉપર,
વાસી દીધું ઢાંકણ.
રસ્તા, શેરી, ગામ-ગલીનો ઊડતો લાગ્યો છેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?
– અનિલ ચાવડા
0.000000
0.000000
Filed under: અનિલ ચાવડા, કવિ/કવિયત્રી, કવિતા, ગીત | Tagged: "ગઝલ" એટલે..., ‘મળશું’ નામે એક મહેલનો વણઉકલ્યો છે ભેદ તો મળવા આવું ક્યાંથી ?, અનિલ ચાવડા, મળવા આવું ક્યાંથી ?, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri | 3 Comments »
Posted on મે 25, 2010 by Swati
શબ્દ જ્યારે પોલ માણસનીય ખોલી જાય છે,
ભૂલથી માણસ પછી સઘળુંય બોલી જાય છે.
એક શમણું જિંદગીમાં આદમી સેવે પછી,
એ જ શમણું આખરે એને જ ઠોલી જાય છે.
ઝાડ પરથી આમ હોલીને ઉડાડી નાખ મા,
એ ઊડીને યાદનું આકાશ છોલી જાય છે.
રોજ જખમોમાં ભરી દેતો ગઝલ થોડી ઘણી,
તોય અંદરથી કલેજું કોણ ફોલી જાય છે?
બોલતો ક્યારે નથી પીધા પછી દોસ્તો ગઝલ,
બોલું અગર હું સહેજ તો બ્રહ્માંડ ડોલી જાય છે.
– અનિલ વાળા
Filed under: અનિલ વાળા, કવિ/કવિયત્રી, ગીત | Tagged: અંદરથી, અગર, આખરે, આદમી સેવે, આમ હોલીને, ઉડાડી નાખ, ઊડીને, એ જ શમણું, એક શમણું, એને જ, કલેજું, કોણ, ખોલી જાય છે, ગઝલ, છોલી, જિંદગીમાં, ઝાડ, ઠોલી, ડોલી જાય છે, તો, તોય, થોડી ઘણી, પછી, પરથી, પોલ, ફોલી, બોલી, બોલું, બ્રહ્માંડ, ભરી દેતો, ભૂલથી, મા, માણસ, માણસનીય, યાદનું આકાશ, રોજ જખમોમાં, શબ્દ જ્યારે, સઘળુંય, સહેજ, હું | 3 Comments »
Posted on મે 7, 2010 by Swati
વાતો વિજોગ ને વિલાપની
ભલાજી, હવે બોલું તો કે’જો બે બાપની !
આખી બપ્પોર એણે વગડો વંછેર્યો
ને સાંજ બધી ગામ લીધું માથે;
આ’પાથી સાંભળું છું ભણકારા વાયરે,
ને તે’પા બોલાશ કોઈ સાથે;
વચ્ચેની કેડીઓમાં ગોતું તો લાગે છે
બીક મને સળવળતા સાપની !
ભલાજી, હવે બોલું તો કે’જો બે બાપની!
પાદરમાં ઊભેલા વડને પૂછું તો કહે
ત્રાંસુ હસીને રડ્યો દાઢમાં;
ધુંગાં જુઓ ને જુઓ કોતેડાં બાઈ,
એને ટેવ જૂની ગરવાની વાઢમાં !
હાડમાં તપારો ને ઉપરથી પીટ પડે
મ્હેણાં ને ટોણાના તાપની !
ભલાજી, હવે બોલું તો કે’જો બે બાપની!
રડીએ તો લોક પૂછે રડવાનો ભેદ
છાનાં મરીએ તો છાતીમાં પીડ;
આવાં નોધારાં અમે છતે ભલાજી તમે?
એવ્વી તો ચઢતી છે ચીડ !
ચીડમાં ને ચીડમાં ચૂંટીઓ ખણું ને
પાછી પંપાળું સાથળને આપની !
ભલાજી, હવે બોલું તો કે’જો બે બાપની!
– જયન્ત પાઠક
Filed under: ગીત, જયન્ત પાઠક | Tagged: જયન્ત પાઠક, ભલાજીને ભારેનો ઠપકો | 4 Comments »
Posted on મે 1, 2010 by Swati
વંદન અભિનંદન વંદન અભિનંદન
વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા,
દસે દિશાઓ રક્ષે દેવો, નરનારી અહિ ન્યારા,
તું સોમનાથનું બિલિપત્ર તું દ્વારકેશનું ચન્દન,
અભિનંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન.
ધરતીકંપમાં ઊભો રહ્યો’તો સાવ અડીખમ માણસ,
દુષ્કાળોની દારુણ ક્ષણમાં સતત ધબકતો માણસ,
સરળ સહજ થઈ સંતાડ્યું તેં આંસુભીનું ક્રંદન,
ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન.
અભિનંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન.
કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે, ગરબે અંબા રમતી,
દેશવિદેશની વેબસાઈટમાં વિસ્તરતી ગુજરાતી,
સમૂહજીવનમાં સૌની સાથે વહેંચે કેવા સ્પન્દન,
ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન.
અભિનંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન.
સ્વર્ણિમ સંકલ્પો જાગ્યા છે જાગી છે મહાજાતિ,
જય જય જય જય જય જય જય જય બોલે હર ગુજરાતી.
– ભાગ્યેશ જહા
Filed under: કવિ/કવિયત્રી, ગીત, ભાગ્યેશ જહા | Tagged: અહિ ન્યારા, આ ધરા, ગુજરાત તને અભિનંદન, ગુજરાતીના ગૌરવથી, જ્ઞાન ભક્તિની, તું સોમનાથનું, દસે દિશાઓ, દેશવિદેશની, દ્વારકેશનું ચન્દન, ધારા, નંદનવન, નરનારી, નિરંતર, બની, બિલિપત્ર, ભાગ્યેશ જહા, રક્ષે દેવો, વિસ્તરતી, વેદકાળથી વહે, વેબસાઈટમાં | 4 Comments »
Posted on ઓગસ્ટ 2, 2009 by Swati
“ગુજરાતીગઝલ”ના સૌ મિત્રોને હેપ્પી ફ્રેન્ડશિપ ડે…
દોસ્તો, આમ તો મિત્રતાની વ્યાખ્યા શક્ય જ નથી પણ કૈંક થોડું ઘણું કદાચ આવી રીતે શબ્દમાં વ્યક્ત થઈ શકે… એક પ્રયત્ન કરી જોઈએ – માણીએ શ્રી સુરેશ દલાલની આ મજાની રચના.
તું વૃક્ષનો છાંયો છે, નદીનું જળ છે.
ઊઘડતા આકાશનો ઉજાસ છે:
તું મૈત્રી છે.
તું થાક્યાનો વિસામો છે, રઝળપાટનો આનંદ છે
તું પ્રવાસ છે, સહવાસ છે:
તું મૈત્રી છે.
તું એકની એક વાત છે, દિવસ ને રાત છે
કાયમી સંગાથ છે:
તું મૈત્રી છે.
હું થાકું ત્યારે તારી પાસે આવું છું,
હું છલકાઉં ત્યારે તને ગાઉં છું,
હું તને ચાહું છું :
તું મૈત્રી છે.
તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે
તું અહીં અને સર્વત્ર છે:
તું મૈત્રી છે.
તું બુદ્ધનું સ્મિત છે, તું મીરાનું ગીત છે
તું પુરાતન તોયે નૂતન અને નિત છે:
તું મૈત્રી છે.
તું સ્થળમાં છે, તું પળમાં છે;
તું સકળમાં છે અને તું અકળ છે:
તું મૈત્રી છે.
– સુરેશ દલાલ
Filed under: કવિતા, ગીત, સુરેશ દલાલ | 3 Comments »
Posted on જુલાઇ 20, 2009 by Swati
આજે કવિશ્રી ઉમાશંકર જોષીની જ્ન્મજયંતિ … ૨૧ જુલાઈ ૧૯૧૧ના રોજ ગુજરાતના ઈડર તાલુકાના બામણા ગામે જન્મ અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક અનોખી ઉંચાઈ ધરાવતું નામ….!
રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે ; વીલે મુખ ફર રખે, સાત ડગનું
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઇ જ ‘નિરમી’ દુષ્ટ દુનિયા.
અહો નાનારંગી અજબ દુનિયા ! શેં સમજવી ?
તમે ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી ;
અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી !
વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી.-
મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;
નિશાખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે ;
જનોત્કર્ષે – હ્રાસે પરમ ઋતલીલા અભિરમે.
બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું :
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઇ આવ્યો અવનિનું .
– ઉમાશંકર જોશી
Filed under: ઉમાશંકર જોશી, કવિતા, ગીત | Tagged: અમૃત લઇ આવ્યો અવનિનું, આસવ, ઉમાશંકર જોશી, ગરવાં, ગિરિવર, ઝમે, તણાં, દક્ષિણ હવા, દિશાઓનાં હાસો, નિશાખૂણે, ભલા પી લે, મને આમંત્રે ઓ મૃદુલ તડકો, રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું, વીલે મુખ ફર રખે, શશિકિરણનો, શૃંગ, સાત ડગનું, હૈયે | 3 Comments »
Posted on જૂન 30, 2009 by Swati
શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’.
નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં’?
રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’.
પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’.
હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે ,
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’?
એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે?
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’.
– ચિનુ મોદી
Filed under: કવિતા, ગઝલ, ગીત, ચિનુ મોદી ‘ઈર્શાદ’ | Tagged: ચિનુ મોદી ‘ઈર્શાદ’, વાસ્તવિક્તા, શક્યતાની ચાલચલગત, સંબંધ...., gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri | 2 Comments »