Posted on એપ્રિલ 23, 2011 by Manthan Bhavsar
એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.
આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.
આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.
તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
માત્ર હું દીવાસળી બોલું અને-
ચોતરફથી આગ લાગી જાય છે.
-અનિલ ચાવડા
23.039574
72.566020
Filed under: અનિલ ચાવડા | Tagged: અનિલ ચાવડા , એક મોજું એ રીતે અથડાય છે | 10 Comments »
Posted on માર્ચ 26, 2011 by Manthan Bhavsar
છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.
પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.
ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.
આંસુ આંખોનાં પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.
ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.
-અનિલ ચાવડા
(“લયસ્તરો” ના સૉજન્યથી)
23.039574
72.566020
Filed under: અનિલ ચાવડા | Tagged: છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને - અનિલ ચાવડા | 4 Comments »
Posted on માર્ચ 24, 2011 by Manthan Bhavsar
અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ
ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
અમૃત ઘાયલ
23.039574
72.566020
Filed under: ‘ઘાયલ’ | Tagged: મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’ , G , ghayal , gujarati gazal | 3 Comments »
Posted on માર્ચ 22, 2011 by Manthan Bhavsar
ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.
એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતું’તુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.
‘ઘાયલ’ ની ભાવભીની અમારે તો દોસ્તી,
આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.
– ‘ઘાયલ’
23.039574
72.566020
Filed under: ‘ઘાયલ’ | Tagged: 'ઘાયલ' , ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા | 15 Comments »
Posted on માર્ચ 11, 2011 by Manthan Bhavsar
છેક ગળથૂથીથી ગંગાજળ સુધી ચાલ્યા અમે
એમ લાગ્યું ફક્ત બસ મૃગજળ સુધી ચાલ્યા અમે
છાતી ચીરીને બતાવી ના શક્યા ,તેથી જ તો
કાળજેથી નીકળી કાગળ સુધી ચાલ્યા અમે
સીંદરીની જાત છઈએ ,જાત પર જઈએ જ ને
રાખ થઇ ગ્યા ,તોય છેલ્લા વળ સુધી ચાલ્યા અમે
સાધના,સાધન અને શું સાધ્ય છે :સ્વાહા બધું
ધૂપદાની લઇ અને ગૂગળ સુધી ચાલ્યા અમે
બળ કહો કે કળ કહો કે છળ કહો,કંઈ પણ કહો
અંતમાં કહેવું પડે:અંજળ સુધી ચાલ્યા અમે
-સુરેશ વિરાણી
23.039574
72.566020
Filed under: સુરેશ વિરાણી | Tagged: ચાલ્યા અમે , છેક ગળથૂથીથી ગંગાજળ સુધી ચાલ્યા અમે , સુરેશ વિરાણી | 2 Comments »
Posted on નવેમ્બર 15, 2010 by Manthan Bhavsar
તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!
આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મ્રૂત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.
રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામથ્યૅ ના છે
–સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)
23.039574
72.566020
Filed under: કલાપી | Tagged: "ગઝલ" એટલે... , એક ઘા , સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી) | 10 Comments »
Posted on ઓક્ટોબર 15, 2010 by Manthan Bhavsar
આમ સંકોચાય છે એ કોણ છે?
કટકા કટકા થાય છે એ કોણ છે?
પૂછવા ક્યાં જાય છે એ કોણ છે?
એને પૂછતાં શું થાય છે એ કોણ છે?
પૂછીએ ક્યાં ચાલ સ્પર્શી જોઈએ,
સ્પર્શથી ગભરાય છે એ કોણ છે?
પ્રેમથી જે પાય છે પી જાવું છું,
રામ જાણી પાય છે એ કોણ છે?
એજ છે નિશંક ‘ઘાયલ’ એજ છે,
ઝૂમતા જે જાય છે એ કોણ છે?
– અમૃત ‘ઘાયલ’
સાભાર : રણકાર.કોમ
23.039574
72.566020
Filed under: ‘ઘાયલ’ | 3 Comments »
Posted on ઓક્ટોબર 6, 2010 by Manthan Bhavsar
આનંદની ઉજવણી ફરી એકવાર…. ૩ જી ઓગસ્ટ… ૪૭૭ પોસ્ટ્સ… અને ૪,૦૦,૦૦૦ મુલાકાતીઓ… મિત્રો, આટલો બહોળો સાથ આપવા બદલ ખૂબ ખૂબ આભાર… ગરવી ગુજરાતી ભાષાના ગર્વીલા પ્રેમી તરીકે આપનું આ બ્લોગ પર હમેશા સ્વાગત છે… અને હજી તો કૈં કેટલીયે રચનાઓને આપ સુધી પહોંચાડવી છે… મને ગમે છે એને તમારી સાથે વહેંચવું છે… મળતા રહીશું ગુજરાતી ગઝલના આ મજાના પ્લેટફોર્મ પર…
23.039574
72.566020
Filed under: અનામી - UNKNOWN | Tagged: gujarati gazal , Gujarati language , gujarati poem , gujarati poetry , gujarati shayri , India | 2 Comments »
Posted on સપ્ટેમ્બર 4, 2010 by Manthan Bhavsar
પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
-ચિનુ મોદી ‘ઈર્શાદ’
23.039574
72.566020
Filed under: ચિનુ મોદી ‘ઈર્શાદ’ | Tagged: ગઝલ , ગુજરાતી ગઝલ , ચિનુ મોદી ‘ઈર્શાદ’ , પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી , Gazal , gujarati gazal , gujarati poetry | 10 Comments »
Posted on સપ્ટેમ્બર 2, 2010 by Manthan Bhavsar
કોકવાર આવતા ને જાતા મળો છો એમ, મળતા રહો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ
પુનમનો ચાંદ જ્યા ઉગે આકાશમાં ત્યાં ઉછળે છે સાગરના નીર
મારુ એ ઉર હવે ઉછળવા ચાહે એવુ બન્યુ છે આજ તો અધીર
સાગરને તીર તમે આવોને ચાંદ સા ખીલી રહો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ
મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે કોયલ કરે છે ટહુકારો
આવો તમે તો મન ટહુકે આનંદમાં, ખીલી ઉઠે આ બાગ મારો
શાને સતાવો મારી ઉરની સિતારના, તારો છેડો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ
કોકવાર આવતા ને જાતા મળો છો એમ, મળતા રહો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ
– મહેશ શાહ
23.039574
72.566020
Filed under: મહેશ શાહ | Tagged: કોકવાર આવતા ને જાતા મળો છો એમ , મહેશ શાહ , Kokvaar avta ne jata malo cho amm , Mahesh Shah | 4 Comments »
Posted on ઓગસ્ટ 31, 2010 by Manthan Bhavsar
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…
દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…
કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .
દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…
– રમેશ પારેખ
આ ગીત ને રણકાર પર માણો
ફરમાઇશ કરનાર મિત્ર : બેલા શાહ
23.039574
72.566020
Filed under: રમેશ પારેખ | Tagged: ગુજરાતી બાળગીત , રમેશ પારેખ , હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં , Gujarati Balgeet , gujarati poem , gujarati poetry | 4 Comments »
Posted on ઓગસ્ટ 4, 2010 by Manthan Bhavsar
તે પ્રેમ-આગ, રૂપનો જે લય કરી ગઈ,
સળગી ગયો પતંગ ને જ્યોતિ ઠરી ગઈ.
મારાં દિવસ ને રાત તો દ્રષ્ટિ છે આપની,
મુજ પર કદી ઠરી કદી મુજથી ફરી ગઈ.
શ્રધ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને,
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ!
હો કોટિ ધન્યવાદ વહાલી ઓ જિંદગી!
આવી વિકટ સફરને તું પૂરી કરીગઈ.
મારો વિકાસ મંદ છતાં શાનદાર છે,
દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ.
જીવી ગયો તમારી મહોબ્બતનાં આશરે,
જૂઠી વિગત જહાનમાં સાચી ઠરી ગઈ.
છે મારું દિલ ‘ગની’, અને દુનિયાની જીભ છે,
ચીરી ગઈ કોઈ કોઈ બખિયા ભરી ગઈ.
– ગની દહીંવાલા
23.039574
72.566020
Filed under: ગની દહીંવાલા | Tagged: ગની દહીંવાલા , દિશાઓ ફરી ગઈ! | 5 Comments »
Posted on જુલાઇ 26, 2010 by Manthan Bhavsar
જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.
અહીં દુખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.
હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.
અમારા બધાં સુખ અને દુખની વચ્ચે, સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજા હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.
નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઈચ્છા વધારે વધારે.
અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે.
જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.
મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– ‘મરીઝ’
ફરમાઇશ કરનાર – અભિષેક પટેલ
23.039574
72.566020
Filed under: 'મરીજ' | Tagged: ‘મરીઝ’ , ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે. , જનાજો જશે તો જશે કાંધે કાંધે , જીવન પણ ગયું છે સહારે સહારે. , જીવનભરના તોફાન ખાળી રહ્યો છું , ફકત એના મોઘમ ઈશારે ઈશારે | 11 Comments »
Posted on જુલાઇ 24, 2010 by Manthan Bhavsar
હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !
સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !
કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !
કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાઈ નહીં !
– ભગવતીકુમાર શર્મા
સાભાર : રણકાર.કોમ
23.039574
72.566020
Filed under: ભગવતીકુમાર શર્મા | Tagged: એવું કાંઈ નહીં ! , ભગવતીકુમાર શર્મા , હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ | 9 Comments »
Posted on જુલાઇ 17, 2010 by Manthan Bhavsar
જીવનના નામની સાથે કઝાનું નામ આવે છે
જહાંના નામની સાથે ફનાનું નામ આવે છે
હું ચિતાને દરદ માની સુરા પી જાઉં છું કારણ
કિતાબોમાં દવા સાથે સુરાનું નામ આવે છે
અહમ કરનાર વ્યક્તિઓની જો નામાવલી કરીએ
તો સૌથી મોખરે એમાં ખુદાનું નામ આવે છે
પ્રવેશીશું કઈ રીતે જલન દોઝખના કમરમાં
ગુન્હેગારો તરીકે અહીં બધાનું નામ આવે છે.
– જલન માતરી
23.039574
72.566020
Filed under: જલન માતરી | Tagged: જલન માતરી , જીવનના નામની સાથે કઝાનું નામ આવે છે | 4 Comments »
Posted on જુલાઇ 14, 2010 by Manthan Bhavsar
શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.
કોણ એને ઝાંઝવા સિંચ્યા કરે,
રોજ રાત્રે સ્વપ્ન એક ફણગાય છે.
રેત ને પગલાંનું ચાલે સંવનન,
એટલે મંઝિલ હવે અટવાય છે.
આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.
શૂન્યતાની આગમાં પીગળી જશે,
લાગણીઓ જે મહીં રૂંધાય છે.
મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખે આખું અંગ લીલું થાય છે.
– હર્ષ બ્રહ્મભટ્ટ
23.039574
72.566020
Filed under: કવિ/કવિયત્રી , ગઝલ , ગુજરાતી શાયરી , હર્ષ બ્રહ્મભટ્ટ | Tagged: આંખ મારી એક એવો કોયડો , કોણ એને ઝાંઝવા સિંચ્યા કરે , છતાં છલકાય , જામ ખાલી , રોજ રાત્રે સ્વપ્ન એક ફણગાય , લાગણીઓ જે મહીં રૂંધાય , વેદના શું એ હવે સમજાય છે , શબ્દમાંથી અર્થ છૂટા થાય છે , હર્ષ બ્રહ્મભટ્ટ | 5 Comments »
Posted on જુલાઇ 12, 2010 by Manthan Bhavsar
પ્રાર્થનામાં હું માંગું છું ઉપરવાળાથી યાતના,
મુન્ત્ઝીરને આમ પણ ગમની વધુ છે ચાહના.
કડવી, મને ચૂભતી ખૂંચતી તારી યાદ છે, તારી ભાવના,
સિતમગરોની મહેફિલમાં મેં સાંભળી છે તારી નામના.
હસરતોને દફનાવી દીધી પણ હજી જીવે છે તારી કામના,
ભીંજેલા નયનો શોધી રહ્યા છે તારા આવવાની સંભાવના.
પ્રાર્થનામાં હું માંગું છું ઉપરવાળાથી યાતના,
મુન્ત્ઝીરને આમ પણ ગમની વધુ છે ચાહના
– મુન્ત્ઝીર
આ જ ગઝલ મુન્ત્ઝીર ના સ્વરે
VIDEO
23.039574
72.566020
Filed under: મુન્ત્ઝીર , વિડિઓ | Tagged: ભીંજેલા નયનો શોધી રહ્યા છે તારા આવવાની સંભાવના | 8 Comments »
Posted on જૂન 30, 2010 by Manthan Bhavsar
હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામ ની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.
થોક થોક લોકો ની વચ્ચે હવે નથી ગમતું મળવાનું,
ઢેલ સરીખુ વળગુ ક્યારે, મળશો ક્યાં એ સ્થાન લખી દો.
એકલતાનુ ઝેર ભરેલા વીંછી ડંખી લે એ પહેલા,
મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો જાન લખી દો.
બહુ બહુ તો બે વાત કરી ને લોકો પાછા ભુલી જાશે,
નામ તમારું મારા નામ ની પાછળ ખુલ્લે આમ લખી દો.
હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.
-અરૂણ દેશાણી.
સાભાર: રણકાર.કોમ
ફરમાઇશ કરનાર મિત્ર : કીર્તન
23.039574
72.566020
Filed under: અરૂણ દેશાણી | Tagged: અરૂણ દેશાણી , નામ ની સાથે સાથે સાજન , સરનામુ પણ ખાસ લખી દો , હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો | 9 Comments »
Posted on એપ્રિલ 24, 2010 by Manthan Bhavsar
મોહતાજ ના કશાનો હતો કોણ માનશે?
મારો ય એક જમાનો હતો કોણ માનશે?
ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?
તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?
માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો કોણ માનશે?
હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?
‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?
રૂસવા મઝલુમી
ફરમાઈશ કરનાર : સંજય પંડ્યા
23.039574
72.566020
Filed under: રૂસવા મઝલુમી | Tagged: મારો ય એક જમાનો હતો કોણ માનશે? , રૂસવા મઝલુમી , gujarati gazal , Rushwa Majlumi | 11 Comments »
Posted on એપ્રિલ 10, 2010 by Manthan Bhavsar
જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.
જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપ ના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મીઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
છે લાલી માં જે લચકતી લલીતા
ગતી એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભા ની ઝલક દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી
છતાંય એની રંગત છે સૌ માં નિરાલી
બધી ફેશનેબલ સખીઓ ની વચ્ચે
છે સાદાઇ માં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
કોઇ કહે છે જાય છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને ‘આસીમ’
અધુરાં પ્રણય પાઠ ને પુર્ણ કરવા
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.
-આસિમ રાંદેરી
ફરમાઈશ કરનાર : નીપમ
સ્વરાંકન માનો : રણકાર.કોમ
23.039574
72.566020
Filed under: અસિમ રાંદેરી | Tagged: આસિમ રાંદેરી , જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે , જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે | 9 Comments »
Posted on એપ્રિલ 6, 2010 by Manthan Bhavsar
ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.
-જગદીશ જોષી
ફરમાઈશ કરનાર : રીન્કુ
સ્વરાંકન માનો : રણકાર.કોમ
23.039574
72.566020
Filed under: જગદીશ જોષી | Tagged: ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.જગદીશ જોષી , ગઝલ , ગુજરાતી ગઝલ , જગદીશ જોષી , Gazal , gujarati , gujarati gazal , Jagdish Joshi , kavita , khobo bhari ne ame etlu , sahitya | 8 Comments »
Posted on માર્ચ 30, 2010 by Manthan Bhavsar
“દિલનાં દર્દને અશ્રુથી તોલી શક્યા નહીં,
હૈયું પરસ્પર આપણે ખોલી શક્યા નહીં;
જાલિમ જમાનો બેઉની વચ્ચે હતો એથી,
સામે મળ્યા ને કાંઈ પણ બોલી શક્યા નહીં.”
તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.
રોકી રહી છે તમને તમારી શરમ અને,
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી.
વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો વિષય નથી.
હું ઇન્તિજારમાં અને તમે હો વિચારમાં,
એતો છે શરૂઆત કંઈ આખર પ્રલય નથી.
– બાપુભાઈ ગઢવી
ફરમાઇશ કરનાર મિત્ર : ચિરાગ
સ્વરાંકન માનો : રણકાર.કોમ
23.039574
72.566020
Filed under: બાપુભાઈ ગઢવી | Tagged: તમને સમય નથી અને મારો સમય નથી , બાપુભાઈ ગઢવી | 54 Comments »
Posted on માર્ચ 25, 2010 by Manthan Bhavsar
એક છોકરો એન્જીનીઅર થઈ ગયો…
ગઈકાલે બલદેવની ચા પીતો છોકરો
હવે કોફી પીતો થઈ ગયો…
ગઈકાલનો જીન્સ – ટી શર્ટ પહેરતો છોકરો
આજે ફોર્મલ્સ પહેરતો થઈ ગયો…
ગઈકાલનો છોકરી પાછળ ભાગતો છોકરો
આજે કસ્ટમર પાછળ દોડતો થઈ ગયો…
રોજ કોલેજની કેન્ટીનમાં જલસાથી ખાતો છોકરો
પથેટિક(Pathetic) ટીફીન ખાતો થઈ ગયો…
ગઈકાલનો હોન્ડા પર ફરતો છોકરો
આજે ટ્રેનમાં અપડાઉન કરતો થઈ ગયો….
અને તો પણ લોકો કે છે કે-
“વાહ તમારો દીકરો તો એન્જીનીઅર થઈ ગયો…!”
– અનામી – UNKNOWN
સ્ત્રોત : ફોરવર્ડ મેલ
Filed under: અનામી - UNKNOWN | Tagged: “વાહ તમારો દીકરો તો એન્જીનીઅર થઈ ગયો...!” , એક છોકરો એન્જીનીઅર થઈ ગયો... , ગઈકાલે બલદેવની ચા પીતો છોકરો હવે કોફી પીતો થઈ ગયો... ગઈકાલનો જીન્સ – ટી શર્ટ પ | 23 Comments »
Posted on માર્ચ 12, 2010 by Manthan Bhavsar
માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.
વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.
જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.
રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.
ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો
છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.
‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.
– આદિલ મન્સૂરી
ફરમાઇશ કરનાર : મૌલિક
સ્વરાંકન માણો: રણકાર.કોમ
Filed under: આદિલ મનસુરી | 9 Comments »
Posted on માર્ચ 9, 2010 by Manthan Bhavsar
તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઉન્હા ઉજાગરાની પ્યાસ.
આંખો મીંચાય, પછી શમણું ઊગે
એ તો નીંદરમાં બાવળની શૂળ;
ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં
વાયદાના ભાંગેલા પુલ :
એવી તે વાવી કઇ જીવતરમાં ભૂલ
કે તમે મળવામાં આટલા ઉદાસ !
ધોધમાર તડકો કંઇ આછો થયો
અને સાંજની હવા તે બહાવરી;
કાળીકાળી વાદળી ખુલ્લા આકાશમાં
વરસી નહીં કે નહીં આછરી
આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ !
– જગદીશ જોષી
ફરમાઇશ કરનાર : કીર્તન
સૌજન્ય : મિતિક્ષા.કોમ
Filed under: અનામી - UNKNOWN , જગદીશ જોષી | Tagged: જગદીશ જોષી , તમે સાંજે મળો તો મને એકલા મળો કે મારા દિવસ આખાને વળે હાશ : આવનારી રાતના ઝુમ્મર , પછી શમણું ઊગે એ તો નીંદરમાં બાવળની શૂળ; ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં , ફરમાઇશ કરનાર | 5 Comments »