હવેથી એક પણ સપનું ઘડે નહીં,
જરા સમજાવ આંખોને ! રડે નહીં.
ખબર નહીં આ પવનને વેર શું છે ?
તને અડક્યા પછી અમને અડે નહીં !
જરા શરમાળ છે પીડા અમારી,
અમસ્તી એમ એ નજરે ચડે નહીં.
વધે તો આંખ કે દિલમાં રહે બસ,
તરસ ક્યારેય દરિયામાં પડે નહીં !
ખરેખર ક્યાંય ખોવાયું નથી એ,
ઘણું શોધ્યાં પછી પણ જે જડે નહીં.
- ડૉ. મનોજ જોશી 'મન
Filed under: અનામી - UNKNOWN, કવિ/કવિયત્રી, ડૉ. મનોજ જોશી |

Leave a comment