જાગ જો જાગી શકે
તાગ જો તાગી શકે
આપવા આતુર છે એ
માગ જો માગી શકે
કેદ છે આખું જગત
ભાગ જો ભાગી શકે
સ્વપ્નનો ઢગલો થયો
દાગ જો દાગી શકે
ખુશ નથી તો શું થયું?
લાગ જો લાગી શકે
બહાર ભીતર એક છે
તાગ જો તાગી શકે
– હેમંત પુણેકર
Filed under: અનામી - UNKNOWN, કવિ/કવિયત્રી, હેમંત પૂણેકર |

Leave a comment