આ ચરણથી રેતના સગપણ વિષે ના પૂછ તું,
શ્વાસમાં તરતા અફાટી રણ વિષે ના પૂછ તું.
રોજ છાતી પર છલાંગો મારતા છૂંદે મને,
એ અભાવોના નીકળતા, ધણ વિષે ના પૂછ તું.
સાવ સીધા માર્ગ પર, ડગલુંય મંડાતું નથી,
ભીતરી અવઢવ અને અડચણ વિષે ના પૂછ તું.
જળ અને જળની છટાઓ લે, ગણાવું હું તને ,
પ્યાસની મારી સફળ સમજણ વિષે ના પૂછ તું.
મેં મને ધાર્યો હતો એવો ન નીકળ્યો ક્યાંય પણ,
જાત આખી જોઈ એ દર્પણ, વિષે ના પૂછ તું.
જે મળે એને હયાતીનો પૂછે છે અર્થ એ,
દોસ્ત ‘વંચિત’માં ઉછરતા જણ વિષે ના પૂછ તું.
– વંચિત કુકમાવાલા
Filed under: ગઝલ, વંચિત કુકમાવાલા | Tagged: "ગઝલ" એટલે..., અડચણ, અફાટી, અવઢવ, ઉછરતા, એ અભાવોના નીકળતા, ક્યાંય પણ, ગણાવું હું તને, ગુજરાતી ગઝલ, ચરણથી, છલાંગો, છાતી, ડગલુંય મંડાતું નથી, ધાર્યો હતો, પ્યાસની, ભીતરી, મારતા છૂંદે મને, રણ વિષે ના પૂછ તું, વંચિત કુકમાવાલા, શ્વાસમાં, હયાતીનો, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri, vanchit kukmavala |

Vah Vah kya baat hai!!! Beautiful gazal.
khoob sunder maza aavi.