તમને તો કંઈ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ !
હું ય લખું બસ જરી ?
લખવાવાળા લખે શબદની કૈંક કરામત લાવે,
હરિ ! મને તો વધી વધીને કક્કો લખતા ફાવે,
જરૂર પડે ત્યાં કાનો-માતર તમે જ લેજો કરી.
હું ય લખું બસ જરી ?
શબદ સરકણાં ફોગટ સઘળા કાગળ મારો સાચો,
અક્ષરમાં અંધારું કેવળ અંતર મારું વાંચો,
પરબીડિયું પડતું મેલી મેં મને રવાના કરી.
હું ય લખું બસ જરી ?
-વિમલ અગ્રાવત
Filed under: કવિતા, વિમલ અગ્રાવત | Tagged: અંતર, અક્ષર, કક્કૉ, કક્કો, કરામત, કાનો માતર, ગઝલ, ગીત, ગુજરાતી, ગુજરાતી ગઝલ, પરબીડિયું, પ્રેમગીત, વિમલ અગ્રાવત, હરિ, હું ય લખું બસ જરી ?, હ્રદય, Gazal, gujarati, gujarati poetry, hari, premgeet, vimal agravat |

સુંદર.
ઘણા સમય પછીએક સારી રચના માણવાની મજા આવી. મને આ રચના ખુબ ગમી. હરિની આ રચનાએ કવિ શ્રી રમેશ પારેખની યાદ અપાવી. આ રચનામાં આપનું ગહન ચિંતન તથા આધ્યાત્મિક સ્પર્શ અનુભવાય છે.
આબુધ જેવા આપણે હરિનો સ્પર્શ થતા જ કંચન બની જઈએ છીએ , મઘમઘી જઈએ છે પુષ્પની માફક…!!
‘હરિ તારા નામ છે હજાર ‘ કહીને હરિને ઘણા લોકોએ કાલાવાલા કર્યાં છે.મને તો આ પણ નથી આવડતું …એવું કહીને અંદરના ખાલીપણાની વાત લલિત શબ્દોમાં કાવ્યાત્મક બાનીમાં છાની રીતે કહી દીધી.આ રહ્યા તે શબ્દો…
લખવાવાળા લખે શબદની કૈંક કરામત લાવે,
હરિ ! મને તો વધી વધીને કક્કો લખતા ફાવે,
જરૂર પડે ત્યાં કાનો-માતર તમે જ લેજો કરી.
હું ય લખું બસ જરી ?
પણ આ બધી વાત તો કાગળમાં અક્ષર લખવા જેવી છે.આ અક્ષરોની મને ગતાગમ નથી. તેથી હું મારી
તિમિરાચ્છાદિત જાત ને જ તારી પાસે મોકલું છું . એ વાત પણ સમર્પિત ભાવે અને સરસ રીતે વ્યક્ત થઇ છે …
શબદ સરકણાં ફોગટ સઘળા કાગળ મારો સાચો,
અક્ષરમાં અંધારું કેવળ અંતર મારું વાંચો,
પરબીડિયું પડતું મેલી મેં મને રવાના કરી.
હું ય લખું બસ જરી ?
આ વાંચી આદ્ય કવિ નરસિંહ મહેતા યાદ આવી જાય છે.
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.
ટૂંકમાં આ રચના ગમી એટલે ગમી એટલે ગમી….!!!
મને પણ કહેવાની ઈચ્છા થાય કે ..
તું હરિ કીધું લખે ——–દીપક ત્રિવેદી
હું લખું અધરું બધું તું સરળ સીધું લખે !
હું કીધું મારું લખું તું હરિ કીધું લખે !
પહોંચવાનું હોય છે આ ખૂણેથી ખામ્ભીએ –
તું કરે રાજીખુશીથી, પ્યાલીનું પીધું લખે !
ઠેસ વાગે તો કહું, દર્દનાં અણસાર ને —
તું સકલનાં હિંચકેથી મર્મનું લીધું લખે !
એના શબ્દોથી મહેકતાં સમજણોનાં સાથિયા
એ સતત ઉંચે જઈ, આયખું દીધું લખે !
મન વિષેનું આ ઉખાણું એમ કંઈ સમજાય નહીં
કોઈ કંઠે થી અચાનક તું અધર-પીધું લખે !!!
——-દીપક ત્રિવેદી
i like…nice….
Very nice poetry!
Awesome…ગુજરાતી ભાષા ની આનાથી મોટી સેવા શું હોય? ખૂબ ગમ્યુ.
Wah saheb sabdo ochha pade vakhan karta karta
Sache j bahu sunder rachna. Like it.