તારી સુંદરતાને કોઈ ડાઘ લાગી જાય નહીં
તું બહુ માસુમ મુલાયમ છે, તને સ્પર્શાય નહીં !
તું નજીક આવી અને બોલે કે કંઈ બોલાય નહીં
અર્થ એનો એ જ છે કે વાત પૂરી થાય નહીં !
કોઈ આવીને પૂછે કે શું થયું તો શું કહું
જે તને સમજાય છે એ કોઈને સમજાય નહીં !
આવ, કોઈ ઘર બનાવીને રહીએ કે અહીં
પંખીઓ માળો કરે છે તે વિષય ચર્ચાય નહીં !
વાહનો ટકરાય છે તે માર્ગ ઉપર માણસો
આવ જા કરતાં રહે પણ એ રીતે અથડાય નહીં !
પળ પછી પળ, દિન પછી દિન વીતતાં હોવાં છતાં
આપણી પાસે નથી ને આ સમય જીવાય નહીં !
– ભરત વિંઝુડા
સાભાર : ‘તને બોલાવું‘ પરથી કવિની એક અપ્રગટ રચના
Filed under: ગઝલ, ભરત વિંઝુડા | Tagged: કોઈ ડાઘ, ગુજરાતી ગઝલ, તને બોલાવું, તારી સુંદરતાને, નહીં, ભરત વિંઝુડા, લાગી જાય, gujarati gazal |

Very good, original and from the heart.
If meter – chhand is given than much better.
Still enjoyed a lot.
jordarrrrrrrrrrrrr
roj apde madie, pn dil ni vat kyare thase ?
e asmanjay thi rahevay nai
really heart touching.sachvine rakhjo,koi ansamju ene chori jay nahi
khub j saras….!!
awaysome colection
તારી સુંદરતાને કોઈ ડાઘ લાગી જાય નહીં
તું બહુ માસુમ મુલાયમ છે, તને સ્પર્શાય નહીં !
bhut pyari vaato lakhi…………..
Sansparsh shadbo no aavi pahochyo hriday thi
aa to amastuj kavybadh karyu aame
aankho ni vaar ne hiday na bhav samajva
antertam chetna na undan ma utare je marjiva…..