ફૂલોએ આપઘાત કર્યો હોય પણ કદાચ,
આ શૂન્યતામાં શબ્દ સર્યો હોય પણ કદાચ.
અસ્તિત્વ મ્હેક મ્હેક ફરી થઈ રહ્યું તો છે,
કાંટો સમયનો પાછો ફર્યો હોય પણ કદાચ.
લાગે છે છિન્નભિન્ન થયો એટલે નહીં,
ધસમસતાં પૂર સામે તર્યો હોય પણ કદાચ.
કારણ વગર ભીતરથી ખળભળું છું આજકાલ,
કોઈએ અરીસો સામે ધર્યો હોય પણ કદાચ.
પરબીડિયું જે અંધકારમાં ડૂબી ગયું,
તડકો ગજબનો એમાં ભર્યો હોય પણ કદાચ.
‘સાહિલ’ નદીના કાંઠે વીત્યું જેનું આયખું,
એ શખ્સ રણના હાથે ઠર્યો હોય પણ કદાચ.
– ‘સાહિલ’
Filed under: અનામી - UNKNOWN |

nice poem
હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે, હજી પણ અમને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યા છે. મને પણ કોઇ શક પહેલી નજર ના પ્રેમ પર ક્યા છે, મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યા છે. મળી લઈએ હવે આવે સુખદ અંજામ ઉલ્ફત નો, તને મારી ફીકર ક્યા છે, મને […]
Filed und
અસ્તિત્વ મ્હેક મ્હેક ફરી થઈ રહ્યું તો છે,
કાંટો સમયનો પાછો ફર્યો હોય પણ કદાચ.
bhuj sarsas,,,,,,,,,,,,,no more words to say
ati anand thayo….
om
Tamari “kadach” vachi ame tarbor taya ema,
fari fari vachavanu man thay pan kadach.
koobaj seras che…..varemvar vachvanu maan thay che……