મિત્રો,
ગુજરાતી ગઝલની સફર જૂનની ૫ તારીખે ચાર વર્ષ પૂરા કરીને પાંચમા વર્ષમાં પગલા માંડી રહી છે, ઉપરાંત આજે ગુજરાતી ગઝલના મુલાકાતીઓની સંખ્યા પણ 5,80,700 નો આંકડો વટાવી ગઈ છે. ત્યારે આ ખુશી, આ આનંદ શ્રી રશીદ મીરની આ ગઝલના માધ્યમ દ્વારા આપ સૌની સાથે વહેંચવી ગમશે…
સાવ અજાણી ભાષા જેવું, હું પણ બોલું તું પણ બોલ,
ભેદભરમના તાણાવાણા, હું પણ ખોલું તું પણ ખોલ.
ક્યાંય નહીં અવચેતન જેવું, વિસરાતા ચાલ્યા ઓસાણ,
ઢોલ બજે અનહદના ભીતર, હું પણ ડોલું તું પણ ડોલ.
પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું,
આજ સખી મોંહે ઘૂંઘટ કે પટ, હું પણ ખોલું તું પણ ખોલ.
સાવ લગોલગ ભવના માથે વણબોલ્યાનો અધમણ ભાર,
હૈયા સોતું અમૃત ગળતું, હું પણ ઘોળું તું પણ ઘોળ.
મન મરકટની ગતિ ન્યારી, વણ પ્રીછ્યું પ્રીછે કૈં વાર,
પલમેં માશા, પલમેં તોલા, હું પણ તોલું તું પણ તોલ.
શબ્દોના વૈભવની આડે, અર્થોના બોદા રણકાર,
ચેત મછંદર ગોરખ આયા, હું પણ પોલું તું પણ પોલ.
Filed under: અનામી - UNKNOWN, સમાચાર |

મંથનભાઇ, આપની અથાગ મહેનત અને કાબેલિયત ”ગુજરાતી ગઝલ” ને આ મુકામ પર લઇ આવી છે .. આપ આવા જ ઉત્સાહ્થી વધુ ને વધુ પ્રગતિના શિખર સર કરો એવી હાર્દિક શુભેચછાઓ..!!
ચાર વર્ષની સફરમાં ચાર ચાંદ લગાવી દીધા આપે.
પંચમ વર્ષ યશસ્વી નીવડે એવી શુભ કામના
ઘણાં સમય બાદ કોઈક સારી અને થોડી વધારે ગમી જાય એવી ગઝલ માણવા મળી.
રશીદ ભાઈની રેશમ જેવી વાણી ,હું પણ બોલું ,તું પણ બોલ
બખોલે બેઠા પંખી રાતનો કરી વિરામ,ઉડ્યા,હું,ઉડું તું પણ ઉડ
‘ગુજરાતી ગઝલ’ બ્લોગને આ નવા પડાવ સુધી પહોંચવા બદલ અભિનંદન. વીણી વીણીને સુંદર રચનાઓ આપતા રહો.
i allways liker his gazals. khoob sunder. emni bathij rachana sunder hoy chhe. thanks manthan n swati.
અભિનંદન
[…] ચાર વર્ષની યાદગાર સફર…. […]