મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ કો કાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલ સૂરજ તારા, સોનલ ઉજાશ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ
– ‘સુન્દરમ્’

VASANTNAA VAAYARAANI HUNF MAANVAA MALE CHCHE……….
એકલ કો કાળ, એક એકલડું મીઠું લોલ,
please correct the words as “એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,”