સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો
આંખો તો મોગરાની ડાળીનું નામ
એને શમણું જોયાનું ફૂલ ઝૂલે
રુંવેરુંવામાં પડે મ્હેકતી સવાર
જ્યારે પાંપણની પાંદડીઓ ખૂલે
હાથમાંથી સરકીને વહી જાતાં ભાનસાન
વીંઝે રે દૂર દૂર પાંખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો
દીધું ન જાય કોઇ પંખીનું નામ
એવી હોઠોમાં ઉપડતી ગહેક
જાણે બધું નજરાઇ જાતું ન હોય
એમ – જેને જોઉં તે મ્હેક મ્હેક !
એટલું ય ઓછું ન હોય એમ ફળિયામાં
આંબાની લૂમઝૂમ સાખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો
– રમેશ પારેખ
Filed under: ગીત, રમેશ પારેખ |

[…] This post was mentioned on Twitter by Chintan Suthar, Gujarati Gazal. Gujarati Gazal said: ગુજરાતી ગઝલ == હવે આંખોનું નામ નહીં આંખો – રમેશ પારેખ http://goo.gl/fb/Q95GY […]
sunder sunder
સુંદર શે’ર અને સમ્પૂર્ણ રચના આહ્લલાદક
SIR HU AAAPNI DAREK GAZALO NI CHAHAK 6U MANE AAPNA DAVARA RACHIT GAZALO, GITO ATI PRIY 6E. AAPNO KHUBH AABHAR AAM AM JEVA EKALVASI NO AA SAHARO 6E
adbhut………..shabdo ni ramat chhe tamari
bhai ramesh parekh….ashirwad chhe ,maa sarswati no ,,,,,tamne