શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત
છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.
અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.
આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.
રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.
એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.
રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.
– રમેશ પારેખ
Filed under: ગઝલ, રમેશ પારેખ | Tagged: તારી ને મારી વાત, રમેશ પારેખ, રસ્તાની જેમ |

રમેશ પારેખની એક વધું સુંદર ગઝલ વાંચવા મળી.
આભાર.
enjoyed
Lata J Hirani
તારી ને મારી વાત- જેવો રદિફ જ કેટલીયે વાતોને શબ્દ સ્વરૂપે પ્રગટ કરવાનો અસીમ અવકાશ લઈને આવે છે,અને ઉપરથી
સોનામાં સુગંધની જેમ ર.પા. જેવી કલમની માવજત મળે પછી
જોઇએ શું ?
માત્ર, વાહ…. અને અદભૂત જેવા ઉદગારો સહજ રીતે જ સરી પડે.
Ramesh Parekh is Ramesh Parekh.
There is no substitute.
Truely said👍
wow……..realy nice
very fine your gazal ramesh parekh………
Aansu mahi bhinjay che tari ne mari vat.. 👍👌👌✌