બાકી છે…


ખરી કસોટી હજી પણ થવાની બાકી છે.
હજી વધારે તને ચાહવાની બાકી છે

સતત સ્મરણમાં તને રાખવાની બાકી છે
ને એ રીતે જ ઘડી ભૂલવાની બાકી છે.

ગયા પછી તું ફરી આવવાની બાકી છે
હજી ઘણીયે ક્ષણો જીવવાની બાકી છે.

વધારે એથી સરસ કોઈ હિંચકો ક્યાં છે ?
તું મારા હાથ ઉપર ઝૂલવાની બાકી છે.

અનંત આપણા વચ્ચેની વારતા ચાલી
અને એ કારણે સંભારવાની બાકી છે.

સમાઈ જાઉં છું તારી જ બેઉ આંખોમાં
નહીં તો જાતને દફનાવવાની બાકી છે.

– ભરત વિંઝુડા

9 Responses

  1. SARASA GAZAL ABHINADAN SHRI BHARATBHAINE

  2. સતત સ્મરણમાં તને રાખવાની બાકી છે
    ને એ રીતે જ ઘડી ભૂલવાની બાકી છે.

    સુંદર રચના. અિભનંદન.

    અિભજત પંડ્યા. (ભાવનગર ).

  3. hi, sunder chhe. varmvar vachavani bake chhe.

  4. VERY NICE CREATION THANKS DEAR

  5. વાહ ભાઈ વાહ્ ખુબ સરસ્

Leave a comment