ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ
વેદના તો અડીખમ ઊભો કંઠાર જતાં આવતાં જુવાળ ભલે કોતરે
સુખ સાથે આપણો તો જળનો સંબંધ, ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે
છીપલાંની હોડીને શઢથી શણગાર, ચાલ કાંઠો છોડીને હવે ઝૂકીએ
પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ સખી ચાલ ફરી જિંદગીને મૂકીએ
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ
ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દેતા એ વાતો અકબંધ મને યાદ છે
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો અને ઉપર આકાશ જેવો સાદ છે
મૂળમાંથી ફૂટે અને ટોચ લગી જાય, એવી લાગણીને કેમ રે ઉવેખીએ
ઝાકળ શી જિંદગીને પાનની લીલાશ પરે ચાલ સખી એકવાર મૂકીએ.
– ધ્રુવ ભટ્ટ
Filed under: કવિ/કવિયત્રી | Tagged: અને ટોચ, આકાશ જેવો, ઉપર, ઉવેખીએ, ઊભો, એક ઘટના, એમ, એવી લાગણીને, કંઠાર, કહેવાય છે, કે લાગણી, કેમ રે, ગણાય, ચાલ, જતાં આવતાં, જિંદગીને, જુવાળ, જેમ ફરી, ઝાકળના, ટીપાની, ટેરવાનો, ડાળ, તો અડીખમ, ધ્રુવ ભટ્ટ, પંખીનો માળો, પાંદડીમાં, પૂછીએ, ફૂટે, ભલે કોતરે, મૂકીએ, મૂળમાંથી, લગી જાય, વૃક્ષ પછી, વેદના, સખી, સાદ, સ્પર્શ |

how nice. can u teach me how can express the good thought like u? plz……….
hi, 1st, 2nd sher bhoob sparshi jay eva chhe.kavishree ne vinanti ke gazal athuri kem? pura panch sher sathe haju vachavani echcha chhe.