જીવનના નામની સાથે કઝાનું નામ આવે છે


જીવનના નામની સાથે કઝાનું નામ આવે છે
જહાંના નામની સાથે ફનાનું નામ આવે છે

હું ચિતાને દરદ માની સુરા પી જાઉં છું કારણ
કિતાબોમાં દવા સાથે સુરાનું નામ આવે છે

અહમ કરનાર વ્યક્તિઓની જો નામાવલી કરીએ
તો સૌથી મોખરે એમાં ખુદાનું નામ આવે છે

પ્રવેશીશું કઈ રીતે જલન દોઝખના કમરમાં
ગુન્હેગારો તરીકે અહીં બધાનું નામ આવે છે.

– જલન માતરી

4 Responses

  1. અહમ કરનાર વ્યક્તિઓની જો નામાવલી કરીએ
    તો સૌથી મોખરે એમાં ખુદાનું નામ આવે છે

    vah vah matari saheb…

  2. જલન માતરી સાહેબ ગુજરાતી ગઝલ નું ઘરેણું છે . આ શેર જુઓ :
    ” દુખી થાવાને માટે કોઈ ધરતી પર નહિ આવે , હવે સદીઓ જશે ને કોઈ પયગંબર નહિ આવે .
    હવે તો દોસ્તો ભેગા મળી વહેંચી ને પી નાખો , જગત માં ઝેર પીવા ને હવે શંકર નહિ આવે.”

  3. અહમ કરનાર વ્યક્તિઓની જો નામાવલી કરીએ
    તો સૌથી મોખરે એમાં ખુદાનું નામ આવે છે

    Matri Saheb nu Bheju chaski gayu laage chhe…..

  4. bhai kavita sari lakhi ,,,parantu ,,,khuda ne vyakti na kahevay
    ane aham karva panu hova panu,,,ae ghaheri vaat chhe,,,,,,

    thik chhe,,,,vadhu lakhvu uchit samajto nathi
    pan,,,,apni rachana bhuj fine chhe………….

    Teri mauzudi Hai o raftaar saans ki
    ki har spandan too pran bhari jindgi
    o mere khuda teri rahemat hai muz par
    ki jindgi aur muat ke fasle ke bich anjuman meri

Leave a comment