હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો


હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામ ની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.

થોક થોક લોકો ની વચ્ચે હવે નથી ગમતું મળવાનું,
ઢેલ સરીખુ વળગુ ક્યારે, મળશો ક્યાં એ સ્થાન લખી દો.

એકલતાનુ ઝેર ભરેલા વીંછી ડંખી લે એ પહેલા,
મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો જાન લખી દો.

બહુ બહુ તો બે વાત કરી ને લોકો પાછા ભુલી જાશે,
નામ તમારું મારા નામ ની પાછળ ખુલ્લે આમ લખી દો.

હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.

-અરૂણ દેશાણી.

સાભાર: રણકાર.કોમ
ફરમાઇશ કરનાર મિત્ર : કીર્તન

9 Responses

  1. a good emotional poem read after a good interval.

    good work,

    congratulation

    best regards,

  2. સરસ ગીત છે ( કે ગઝલ હશે ) સુરેશ દલાલની યાદ અપાવી જાય છે-
    સુ. દ. લખે છે
    લાવ નદીના તટ પર તારું નામ લખી દઉ
    તવ મહેદી રંગ્યા હાથ લાવને ત્યાં પણ મારું નામ લખી દઉં….

  3. Thank you so much.

    I was waiting for it… :-)

  4. અરુણભાઇની ઉપરોક્ત રચના એ ગીત નહીં પરંતુ ગઝલ છે. જેને અષ્ટકલ ગઝલ કહેવામાં
    આવે છે. તેમાં આઠ “લ” વાળાં ચાર આવર્તન હોય છે. ગઝલમાં નામ, જાન , ખાસ વગેરે
    કાફિયાઓ છે અને ” લખી દો ” એ રદીફ છે. બહુ ઓછી ગઝલો આ બંધારણમાં અને આવી
    ગીત શૈલીમાં લખાતી જોવા મળે છે. સુંદર રચના.

  5. Thok thok loko ni vacche,
    Have nathi gamtu malvanu,,,
    Dhel sarikhu valgu kyare,
    Malsho kya a sthan lakhi do,,,
    AA PANKTI MA THI MILAN NI TADAP JHLKE CHE,
    Priyatam ne malva adhiri baneli Premika na man ni bhavna sunder rite raju thai che,WAAAAAH.

  6. It is so good that makes us feel to be sitting with my love.

Leave a comment