હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ,
તો તને આવીને મળાય પ્રભુ.
તેંય મસ્તી તો બહુ કરેલી નહીં?
કેમ મારાથી ના કરાય પ્રભુ?
આ શું ટપટપથી રોજ નહાવાનું?
પહેલા વરસાદમાં નવાય પ્રભુ.
આખી દુનિયાને તું રમાડે છે
મારે દહીં દૂધમાં રમાય પ્રભુ?
મમ્મી પપ્પા તો રોજ ઝગડે છે
તારાથી એને ના વઢાય પ્રભુ?
રોજ રમીએ અમે જે મેદાને
કેમ મંદિર નવું ચણાય પ્રભુ?
બળથી બાળક તને જો વંદે તો
બાળમજૂરી ના ગણાય પ્રભુ?
– પ્રણવ પંડ્યા
Filed under: ગુજરાતી શાયરી, પ્રણવ પંડ્યા | Tagged: તેંય મસ્તી તો બહુ કરેલી નહીં? કેમ મારાથી ના કરાય પ્રભુ?, તો તને આવીને મળાય પ્રભુ., પ્રણવ પંડ્યા, પ્રભુ પંચાયતમાં બાળક, બળથી બાળક તને જો વંદે તો બાળમજૂરી ના ગણાય પ્રભુ, હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ |

nice one..
Very nice post….
I like this gazal. Because i have child.
ati sunder game chhe aava kavyo
excellent…. very nice
bhuj gamyu,aajni reality
wow! “kavi ichhchhe tyare balak bani shake” te aanu nam.
lovely! i myself became a little kid for few moments.
Thanks for such an innocent gazal.
A RARE INNOCENT GAZAL
I like receive gujarati story poem and More:-)
good
very innocent n heart touching..
thanks for sharing :)
It’s a hearttouching Gazal