શબ્દ જ્યારે પોલ માણસનીય ખોલી જાય છે,
ભૂલથી માણસ પછી સઘળુંય બોલી જાય છે.
એક શમણું જિંદગીમાં આદમી સેવે પછી,
એ જ શમણું આખરે એને જ ઠોલી જાય છે.
ઝાડ પરથી આમ હોલીને ઉડાડી નાખ મા,
એ ઊડીને યાદનું આકાશ છોલી જાય છે.
રોજ જખમોમાં ભરી દેતો ગઝલ થોડી ઘણી,
તોય અંદરથી કલેજું કોણ ફોલી જાય છે?
બોલતો ક્યારે નથી પીધા પછી દોસ્તો ગઝલ,
બોલું અગર હું સહેજ તો બ્રહ્માંડ ડોલી જાય છે.
– અનિલ વાળા
Filed under: અનિલ વાળા, કવિ/કવિયત્રી, ગીત | Tagged: અંદરથી, અગર, આખરે, આદમી સેવે, આમ હોલીને, ઉડાડી નાખ, ઊડીને, એ જ શમણું, એક શમણું, એને જ, કલેજું, કોણ, ખોલી જાય છે, ગઝલ, છોલી, જિંદગીમાં, ઝાડ, ઠોલી, ડોલી જાય છે, તો, તોય, થોડી ઘણી, પછી, પરથી, પોલ, ફોલી, બોલી, બોલું, બ્રહ્માંડ, ભરી દેતો, ભૂલથી, મા, માણસ, માણસનીય, યાદનું આકાશ, રોજ જખમોમાં, શબ્દ જ્યારે, સઘળુંય, સહેજ, હું |

ઝાડ પરથી આમ હોલીને ઉડાડી નાખ મા,
એ ઊડીને યાદનું આકાશ છોલી જાય છે.
ઉનાળાના પ્રલંબ દિવસોમાં ભરબપ્પોરે હોલો કે હોલી જે સવાલો સંભળાવતા રહે છે તે ગ્રામીણ જીવનનો એક અમૂલ્ય અનુભવ છે. યાદોના આકાશને છોલી નાખનારો એ ધ્વનિ ગઝલની આ પંક્તિઓનો પ્રાણ બની રહ્યો છે !
પછીનો શેર પણ સરસ છે. રચના માટે આભાર.
Saras…
It’s Nice
શબ્દ જ્યારે પોલ માણસનીય ખોલી જાય છે,
ભૂલથી માણસ પછી સઘળુંય બોલી જાય છે
AA Ghanu Badhu Kahi Jay Che…
Good
Heart touching line…..
ઝાડ પરથી આમ હોલીને ઉડાડી નાખ મા,
એ ઊડીને યાદનું આકાશ છોલી જાય છે