નજર પોકળ બનીને આંખથી લથડી ઘણી વેળા,
કસોટી થઈ ગઈ છે એટલે કપરી ઘણી વેળા.
નથી સંદર્ભ એના નામનો મળતો હજુયે ત્યાં,
નથી ઇતિહાસમાં હોતી ઘણી નગરી ઘણી વેળા.
ઘણી વેળા હૃદયને ભાર લાગે છે સમી સાંજે ;
સમી સાંજે ઊડી છે આભમાં ડમરી ઘણી વેળા.
ફરીથી મત્સ્ય વીંધાતા ગયાં છે સામટાં મિત્રો,
ફરીથી માછલીઓ પૂર્વવત્ તડપી ઘણી વેળા.
બધીયે હસ્તરેખાઓ કરી પૃથક હથેળીથી,
પછી આ હાથ ઊભો છે કલમ પકડી ઘણી વેળા.
– સ્નેહલ જોષી ‘પ્રિય’
Filed under: સ્નેહલ જોશી ‘પ્રિય’ | Tagged: નજર પોકળ બનીને આંખથી લથડી ઘણી, સ્નેહલ જોષી ‘પ્રિય’ |

બધીયે હસ્તરેખાઓ કરી પૃથક હથેળીથી,
પછી આ હાથ ઊભો છે કલમ પકડી ઘણી વેળા.
સરસ્
યાદ આવી
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહિંતર મેં ઘણી વેળા સવારે તમને જોયા છે
આંખથી લથડીને પોકળ બનતી નજર, ઇતિહાસમાં ખોવાઈ ગયેલી નગરી, સમી સાંજની ડમરી, મત્સ્ય સંદર્ભે વીંધાતા મિત્રો, હસ્તરેખાઓને હડસેલીને લખવા તૈયાર થયેલો હાથ…
સુંદર પ્રતીકો ઉપસાવ્યાં છે.
મને ગમતી ગઝલ મળી ગઈ
verry good gazal
ખૂબ જ સરસ રચના છે.ખૂબ ખૂબ અભિનંદન.આપ રિપ્લાય આપો છો ખરા……
zakkas