જય જય ગરવી ગુજરાત


સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી વખતે ગુજરાતના ગૌરવગાન તરીકે ગવાયેલું આ ગીત જાણીતા ગુજરાતી ગીતકાર અને કલાકાર શ્રી દિલીપ રાવલ દ્વારા લખાયું છે. અને સંગીતની દુનિયાના શહેનશાહ ગણાતા રહેમાનની ધૂનથી તે શણગારાયું અને કિર્તી સાગઠીયાનો કંઠ પામ્યું છે….
ગીતના શબ્દો છે…

ધરા છે આ મારી, દરિયાની લહેરો આ છે મારી,
આ રણ મને પ્યારું છે, ખેતર છે શોભા મારી
ધન્ય હું થઈ ગયો અહીં જન્મ જે મારો થયો

જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

એ વિશ્વનું દ્વાર છે, અહીં સદા પ્યાર છે,
તને નમું લાખ વાર હું ભૂમિ મારી,

જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

અહીં સિધ્ધ કર્યા વ્યાપાર મેં દરિયા પાર,
ગુજરાતી હું છું મને ફૂલો જેટલો પરસેવાથી પ્યાર,
ગુજરાતી હું છું મારી રગરગમાં કરુણા, સેવા, સહકાર,
ગુજરાતી હું છું હર આફત સામે ઊભો બની પડકાર,
ગુજરાતી હું છું….

જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

પાંખનાં આ ફફડાટમાં ગગન કહી રહ્યું છે મને ખોલ તું,
લક્ષ્યની પરે લક્ષ્ય આપણું કહી રહ્યું છે હવે બોલ તું,
કૈંંક દ્વાર હજુ ખોલવાના છે કૈંક ઝરુખા હજુ બંધ છે,
મુઠ્ઠીઓમાં મારી ઊછળી જે રહ્યા સાત સૂરજના છન્દ છે.

જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !
જય જય જય જય ગરવી ગુજરાત મારા દેશનું ઘરેણું ગુજરાત !

એક દોરો મારી પાસે છે તો એક દોરો તારીયે પાસ છે,
સાથ સૌ મળી વણીએ એક નવી કાલને કે જે ખાસ છે,
અંજલિમાં સંકલ્પ છે અને આંખોમાં વિશ્વાસ છે,
મનમાં કર્મની વાંસળી છે અને એક સૂરીલી આશ છે,
હે જી રે……….

જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

(અહીં આ ગીત સાંભળીને લખ્યું છે તેથી શબ્દોમાં જ્યાં પણ ભૂલ જણાય ત્યાં ધ્યાન દોરવા આપ સૌને વિનંતી)

આ સ્વર્ણિમ ગુજરાત ગીતને ગુજરાતી વિડીઓ પર માણો.

6 Responses

  1. આપનો ખુબ ખુબ આભાર આ સુંદર ગીત માટે..
    આપના મહેનત ને ખુબ ખુબ વધાવું છું.મને આ ગીત સાંભળી ખુબજ આનંદ થયો કે જે આપના ગરવી ગુજરાત ની ગાથા કે છે.
    આપના કહ્યા અનુસાર આ ગીત નાં શબ્દો માં કોઈ જ ભૂલ નથી પણ એક લાઈન માં એક શબ્દ ફેર જણાયો જે તરફ હું આપનું ધ્યાન દોરવા માંગું છું.
    – સાથ સૌ મળી વણીએ એક નવી “પળ”ને કે જે ખાસ છે,
    આ લાઈન માં પળ ની જગા કાલ શબ્દ નો ઉપયોગ થયેલો છે.

    કિરણકુમાર રોય

  2. Mind bolwing JAY JAY GARVI GUJARAT.

  3. hello
    tamari gujarat ptye li lagani thi hu khush thayo chhu
    ane
    gujarat ni lok sanshkruti ane vara sa ne garvi gujarat sachavi rakhe aej

  4. […] સૌજન્ય:”ગુજરાતી ગઝલ™” This entry was posted in ગૌરવ, રાષ્ટ્ર and tagged […]

Leave a comment