એ અજાણ્યા જણ વિશે કંઈ વાત કર,
રેશમી સગપણ વિશે કંઈ વાત કર.
જે વિશેષણની પરે પહોંચી ગઈ,
એક એવી ક્ષણ વિશે કંઈ વાત કર.
આજ લગ જેના વિશે કંઈ ના કહ્યું,
એ જ અંગત વ્રણ વિશે કંઈ વાત કર.
જે થયું એ તો બધુંયે ગૌણ છે,
તું પ્રથમ કારણ વિશે કંઈ વાત કર.
આંખની ભીનાશ મેં જાણી લીધી,
આંખમાંનાં રણ વિશે કંઈ વાત કર.
– જાતુષ જોષી
Filed under: જાતુષ જોષી | Tagged: અંગત, આંખની, આંખમાંનાં, આજ, એ અજાણ્યા, એ જ, એક, એવી, કંઈ, કર, કહ્યું, ક્ષણ, ગઈ, ગૌણ, જણ, જાણી, જાતુષ જોષી, જે થયું એ, જે વિશેષણની, જેના, તો, ના, પરે, પહોંચી, બધુંયે, ભીનાશ, મેં, રણ, રેશમી સગપણ, લગ, લીધી, વાત, વિશે, વ્રણ |

જણ તો જગમાં એક છે, નામ તેનું કૃષ્ણ
બાકી બધી તો સ્ત્રીઓ છે, તેની શું વાત કરુ?
જે વસે સહુના હ્રદયમાં, આતતાયીનો કરે સંહાર
પ્રેમીને તે પ્રેમાળ લાગે, બીજી શું વાત કરુ?
અંતરમાં રહેલા આ “આનંદ”ને ઓળખી લ્યો,
બહાર ભટકણ મટી જશે, બીજી શું વાત કરુ?
ભાગ્યે જ કરવામાં આવતી વાતો જે વિષય પરત્વે હોય છે તે તે વિષયોને અહીં સંભાર્યા છે.
જેને સાધારણતયા સ્પર્શતું નથી કોઈ એવી કેટકેટલી ક્ષણો, એવાં કેટકેટલાં કારણો, વ્રણો, પ્રચ્છન્ન સગપણો ને પાંપણોની પાછળ ભભકતાં સૂકાંભઠ રણોને ઈંગિત કરીને સર્જકે શબ્દો પાસેથી કેવું કામ લીધું છે !
મજાની રચના.
vah vah (shu karu fariyad friyad ma che tari ya to kone karu friyad)
khub saras
blog saro banavyo che…
saras che