તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઉન્હા ઉજાગરાની પ્યાસ.
આંખો મીંચાય, પછી શમણું ઊગે
એ તો નીંદરમાં બાવળની શૂળ;
ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં
વાયદાના ભાંગેલા પુલ :
એવી તે વાવી કઇ જીવતરમાં ભૂલ
કે તમે મળવામાં આટલા ઉદાસ !
ધોધમાર તડકો કંઇ આછો થયો
અને સાંજની હવા તે બહાવરી;
કાળીકાળી વાદળી ખુલ્લા આકાશમાં
વરસી નહીં કે નહીં આછરી
આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ !
– જગદીશ જોષી
ફરમાઇશ કરનાર : કીર્તન
સૌજન્ય : મિતિક્ષા.કોમ
Filed under: અનામી - UNKNOWN, જગદીશ જોષી | Tagged: જગદીશ જોષી, તમે સાંજે મળો તો મને એકલા મળો કે મારા દિવસ આખાને વળે હાશ : આવનારી રાતના ઝુમ્મર, પછી શમણું ઊગે એ તો નીંદરમાં બાવળની શૂળ; ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં, ફરમાઇશ કરનાર |

Very Nice . . .. . .
Gujaraties are Rocking on Internet.
Thank you for posting this gazal… :)
Thanks
Mare jo gujarati ma lakhvu hoy to kevi rite lakhvanu ? Samjavsho.
Zulekha Ansari
SARAS MAZZZZZA NU GEET CHHE, VANCHI NE MARA DIL NE THAI CHHE HASH.
nani kavita pan bahu man gamti vaat
Maru ungamtu aykhu lay le ne nah
mane ek mangamti sanj aapo
Maris tya sudhi aa bane tamari kavita nahi bhulay