ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે
ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે
ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે
ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે
સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે
નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!
– હેમંત પૂણેકર
(સાભાર – http://hemkavyo.wordpress.com/2008/09/20/upadati_jibh_atke_chhe/)
Filed under: હેમંત પૂણેકર | Tagged: આ, આ અસર થઈ, આંખ એની, આંખ પાણીદાર, ઊપડતી, કહેવામાં, ઘણા, છે, જવાની, જવાની મનમાં, જાય, જીભ અટકે, ટકોરા મારવા દે, ડૂબી, તું જેને ભીંત સમજ્યો છે, ત્યારેપર, થયાં, થોડી વાર, પણતણખલું એક પણ, પેસી, પેસી જાયએનું ઉઘડવું, પ્રણયની, ફડક, ફડક ડૂબી, ભાર, મનમાં, મને એ દ્વાર લાગે છે, લાગે, વર્ષો, વાત છે, શક્ય છે, શહેરમાં, શોધું છું, સાથે મિલાવી, સૂરજ, હું, હૂંફ, હૃદય, હેમંત પૂણેકર |

nice gazal
superb
congrats hemantbhai, bahuj saral bhasha maan tame bahu unchi vaat kahi didhi chhe…….. bipin vaidya