પરિચિત છું – ગુલામ અબ્બાસ ‘નાશાદ’


પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું,
મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું.

તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ ક્યાં છે?
મનાવી લેશો હું તોય ગણતરીથી રૂઠેલો છું.

ના કોઈ નોંધ ના ઉલ્લેખ મારો થાય કિસ્મત છે,
મુગટની જેમ ક્યારેક મસ્તકે હું પણ રહેલો છું.

ઉપેક્ષાઓ જમાનાની સહી હસતે મુખે ‘અબ્બાસ’,
રહ્યું છે શીશ અણનમ પણ કમરથી તો ઝુકેલો છું.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

આ રચના ને અહી “રણકાર” પર માણો

4 Responses

  1. તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ ક્યાં છે?
    મનાવી લેશો હું તોય ગણતરીથી રૂઠેલો છું.
    very good line,also a good poem.waiting for new creation by “Nashad”
    -Rajendra Namjoshi – Vaishali Vakil (Surat )

  2. ભૂતનો ભાર કેવળ તન ઉપર હોય છે.
    મન ઉપર બસ ફૂલની ફોરમ હોય છે.

  3. રહ્યું છે શીશ અણનમ પણ કમરથી તો ઝુકેલો છું….kya sudhi ???

Leave a comment