જગતના અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું !
હવે શું જોઈએ મારે? જીવન મારું ! મરણ મારું !
અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું ?
હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું !
અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા !
કવિ રૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું !
અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો !
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું.
કહી દો સાફ ઇશ્વરને કે છંછેડે નહીં મુજને !
નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું .
કહો ધર્મીને સંભળાવે નહીં માયાની રામાયણ ,
નથી એ રામ કોઈમાં , કરી જાયે હરણ મારું.
રડું છું કેમ ભૂલો પર ? હસું છું કેમ ઝાકળ પર ?
ચમન-ઘેલા નહીં સમજે કદાપિ આચરણ મારું.
હું નામે ‘શૂન્ય’ છું ને ‘શૂન્ય’ રહેવાનો પરિણામે ,
ખસેડી તો જુઓ દ્રષ્ટિ ઉપરથી આવરણ મારું
– ‘શૂન્ય’ પાલનપુરી
Filed under: 'શૂન્ય' પાલનપુરી | Tagged: અંત-આદિ, અગર, અણુથી, અધૂરા, અલ્પ, આજે, કાં, ગ્લાનિ, છે, જગતના, જીવન...!, ડૂબતે, થયું, પેઠે, પ્રગટીકરણ, બેઉ, ભલે, મજબૂર, મરણ, મહીં, માનવતા, માનીને, મારું, મારે, વગોવી, શરણ, શોધે, સ્વપ્ન, હવે શું જોઈએ |

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો !
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું..[:)]
…khub j sunbdar rachana…
શૂન્ય સાહેબની ગઝલમાં શું કહેવું પડે ? એમની ખુદ્દારી અસ્તિત્વના પ્રભુને પણ પડકારે છે.’શૂન્ય’શબ્દનો અનેકાનેક રીતે મર્મભેદી ઉપયોગ કાબિલે-દાદ હોય છે.
manthan karto shodhavane shabdo tuj sama,
adhuro chhu kai hu pan besi rahyo SUNYA ma…
INDRAJEET SHUKLA
adwait anuraag mai lipi ne
sajawat kari sabdo thi
aa dwait ni bhid ma bhala
kon sambhlse adwait nu ganu !!
Uttam rachana…
Great Sayar and a nble man I have met him many times and him live with Befaf, Saif palanpuri,kailas pandit and Mehul ( suren Thaker)
post some more Ghazals of soonybhai, Parichya che saune mandir mo maro ane masajido me khuda aodakhe chhe, and the ghazal he wrote during the war in 1962 India & chiana