કૂવામાં વાંસ વાંસ પાણી
ને તોય કોરી નજરું લઈ એમ વળી જાશું
હો… કોરી નજરું લઈ એમ વળી જાશું
આવ્યું પણ આવીને અટક્યું છે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ
ઘેરાતી સાંજના તમને સોગંદ
હવે વાદળાઓ વિખેરી નાખો.. ઓ.ઓ.ઓ
જળમાં આ પંખીનો છાંયો પડે
ને તોયે પંખીની થાય ભીની પાંખો
કે છૂટ્ટા પડેલા આ ટહુકાના પીંછામાં
અંકાશી ગીત કેમ ગાશું….
ને તોય કોરી નજરું લઈ એમ વળી જાશું
હો… કોરી નજરું લઈ એમ વળી જાશું
નાહી આવો તોય આસ તો ઉજાસની
પણ જાશો તો ઘેરો અંધાર …. જાશો તો ઘેરો અંધાર
ઝાલરનું ટાણું ને ગાયો ઉભરાય આહા.. આહા… આહા..
ચૈતરનો વાયરો વાવડ પૂછે કે…
ક્યારે અહીં વરસે ચોમાસું….
ને તોય કોરી નજરું લઈ એમ વળી જાશું
હો… કોરી નજરું લઈ એમ વળી જાશું
– જગદિશ જોષી
Filed under: જગદીશ જોષી |

પરેશ ભટ્ટ નો સ્વર જો સંભળાવો તો વાહ તરબતર ……….