“ગુજરાતીગઝલ”ના સૌ મિત્રોને હેપ્પી ફ્રેન્ડશિપ ડે…
દોસ્તો, આમ તો મિત્રતાની વ્યાખ્યા શક્ય જ નથી પણ કૈંક થોડું ઘણું કદાચ આવી રીતે શબ્દમાં વ્યક્ત થઈ શકે… એક પ્રયત્ન કરી જોઈએ – માણીએ શ્રી સુરેશ દલાલની આ મજાની રચના.
તું વૃક્ષનો છાંયો છે, નદીનું જળ છે.
ઊઘડતા આકાશનો ઉજાસ છે:
તું મૈત્રી છે.
તું થાક્યાનો વિસામો છે, રઝળપાટનો આનંદ છે
તું પ્રવાસ છે, સહવાસ છે:
તું મૈત્રી છે.
તું એકની એક વાત છે, દિવસ ને રાત છે
કાયમી સંગાથ છે:
તું મૈત્રી છે.
હું થાકું ત્યારે તારી પાસે આવું છું,
હું છલકાઉં ત્યારે તને ગાઉં છું,
હું તને ચાહું છું :
તું મૈત્રી છે.
તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે
તું અહીં અને સર્વત્ર છે:
તું મૈત્રી છે.
તું બુદ્ધનું સ્મિત છે, તું મીરાનું ગીત છે
તું પુરાતન તોયે નૂતન અને નિત છે:
તું મૈત્રી છે.
તું સ્થળમાં છે, તું પળમાં છે;
તું સકળમાં છે અને તું અકળ છે:
તું મૈત્રી છે.
– સુરેશ દલાલ
Filed under: કવિતા, ગીત, સુરેશ દલાલ |

i am fan of suresh dalal i am trying to read his everybook bahuj fine lakhe che mane m lage ke hu maru jivan joi rahyo chu
આ કવિતા વાંચીને મન ને એક અનોખો આનંદ દર વખતે મળતો રહે છે…
ગમે તેટલી વખત વાંચો તો પણ હંમેશા તાજગીસભર કવિતા ….
હું થાકું ત્યારે તારી પાસે આવું છું,
હું છલકાઉં ત્યારે તને ગાઉં છું,
હું તને ચાહું છું :
તું મૈત્રી છે.