લીલાછમ પાંદડાએ મલકતા મલકતા
માંડેલી અચરજની વાટ
ધરતીને સીમમાં જોઇ એકલીને એને
બાઝી પડ્યો રે વરસાદ.
પહેલી ટપાલ જેમ આવેલા વાયરાએ
ઘાસના કાનમાં દીધી કંઈ ફૂંક
ધરતી સાંભળતા સાંભળે એ પહેલાં
કોયલના કંઠમાં નીકળી ગઈ કુક
આઠ આઠ મહિને પણ આભને ઓચિંતી
ધરતી આવી ગઈ યાદ…
ડુંગરાઓ ચૂપચાપ સ્નાન કરે જોઇને
નદીઓ પણ દોડી ગઈ દરિયાની પાસે
એવામાં આભ જરા નીચે ઝૂક્યું ને
પછી ધરતીને ચૂમી લીધી એક શ્વાસે
ધરતીને તરણા ઓ ફૂટશે ના વાવડથી
આભલામાં જાગ્યો ઉન્માદ …
– મુકેશ જોષી
Filed under: મૂકેશ જોશી | Tagged: આભલામાં, આભલામાં જાગ્યો ઉન્માદ, આવેલા, ઉન્માદ, એવામાં આભ જરા નીચે ઝૂક્યું ને, ચોમાસું, જાગ્યો, જેમ, ધરતીને સીમમાં જોઇ એકલીને એને, પછી ધરતીને ચૂમી લીધી એક શ્વાસે, પહેલી ટપાલ, બાઝી પડ્યો રે વરસાદ, મુકેશ જોષી, લીલાછમ પાંદડાએ મલકતા મલકતા, વાયરાએ |

મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી્ શકું છું.
Hi,
Rated your this one valuable and great effective creation about “Chomasu” with Five Star.
Nice Work Done!!
મોસમને અનુરૂપ સરસ કવિતા લઈને આવ્યા. મઝા અવી ગઈ.
મારા બ્લોગની પણ મુલાકાત લેજો.
http://jagadishchristian.wordpress.com/
saras
khub saras
GREAT
” Hardaysparshi’ while reading i feel i am in seem(Out of Village Boarder) , on dungar , heavy rain , Rever ,God & my self . great Boss