શક્યતાની ચાલચલગત


શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’.

નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં’?
રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’.

પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’.

હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે ,
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’?

એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે?
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’.

– ચિનુ મોદી

2 Responses

  1. લગભગ ત્રણેક મહિના પહેલા મારા ભાણિયાએ વર્ડપ્રેસ અને ગુજરાતી બ્લોગની ઓળખાણ કરાવેલી. ત્યારથી અવાર-નવાર તમારા બ્લોગની મુલાકાત લીધી છે પણ ક્યારેય કોઈ ટીપણ્ણી કરી નથી. કારણ એટલું જ કે બ્લોગીંગની અનોખી અને આગવી મઝા માણવા માટે મારે મારો બ્લોગ હોવો જોઈએ એવું મારું માનવું છે. પણ હવે બ્લોગનું માળખું તૈયાર થઈ ગયું છે અને આજે પહેલી પોસ્ટ પણ મૂકી દીધી. આવો અને માણો અને ટીપણ્ણી લેવા-આપવાનો વ્યવહાર શરુ કરીએ:

    દિશા-દર્શન, દશા-વર્ણન July 9, 2009

Leave a comment