મીં તો પડખામાં પાળ્યો ઉજાગરો
જરીક પાન ફરક્યાની વારતા કરાય નઈ
આજકાલ્ય મુંથી મારામાં રહેવાય નઈ
હમણું તો ઠીક ઈ તો મોઘમ કહેવાય
દીઠો ઉમ્બરામાં પંછાયો પહાડનો
કમ્મરમાં કાંક ફરી ટૌક્યું’લી ઈમ્મ
જોણેં પહેર્યોં મીં મૈનો અહાડનો
નખમાં રેલમ્મલોલ્ય માવઠું
મીં પાધરુંક જોયું ઝાલ્યું નં તોય છેટું
‘લી કુંણ મારાં ટેરવાંનં કરતું’જ્યું નેટું
મટકુંયે હમ્મ તારા માર્યું મીં વોય
રાત્ય રસ્તો થઈ જાય ઈમ્મ ધારું
એવું તે કુંણ બર્યું ફરજી થઈ જ્યું ઓય
નર્યા નેવા થઈ જાય પોણિયારું
વાડામાં એકલી ભીંજાતી તરબોળ્ય
પાળ્ય બાંધો ’લ્યા જાહ તાંણી વાયરો
મીં તો પડખામાં પાળ્યો ઉજાગરો
– રજનીકાંત સથવારા
Filed under: રજનીકાંત સથવારા | Tagged: ઉજાગરો, એકલી, કમ્મરમાં, નખમાં, પહેર્યોં, ભીંજાતી, માવઠું, મીં તો પડખામાં પાળ્યો ઉજાગરો, રજનીકાંત સથવારા, રસ્તો, વાડામાં, વાયરો |

saras chhe vanchine anand thayo.
lakhta rehjo
KAVI JALRUP (MORBI)