મધર્સ ડે વિશેષ : ડૉ. વિજળીવાળા નું આ મજાનું બાળગીત માણીએ…
એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી,
મેં તો એને નવડાવી, લઈને સાબુની ગોટી !!
ભેંકડા એણે ખૂબ જ તાણ્યાં, કર્યું બહુ તોફાન !
મેં પણ એનું માથું ધોયું , પકડીને બે કાન !
તૈયાર કરી, માથે એને લઈ દીધી’તી ચોટી…
એક દિ મમ્મી નાની થઈ ગઈ.
એને ભલે રમવું હોય પણ, લેસન હું કરાવું !
વ્હેલી વ્હેલી ઉઠાડી દઉં, બપોરે સુવરાવું !
બપોર વચ્ચે ગીતો ગાય તો ધમકાવું લઈ સોટી…
એક દિ મમ્મી નાની થઈ ગઈ.
દોડા દોડી કરે કદી તો બૂમ-બરાડા પાડું
ચોખ્ખી લાદી બગાડે તો, ફટકારી દઉં ઝાડું !
તોફાન કરે તો ખીજાતી આંખો કાઢી મોટી
એક દિ મમ્મી નાની થઈ ગઈ.
– ડૉ. આઈ.કે. વિજળીવાળા
Filed under: ડૉ. આઈ.કે. વિજળીવાળા, બાળકાવ્યો | Tagged: gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri |

enjoyed
bahuj saras baalpan ni yaado na bhav
maja aavi, wah wah, wah wah. aama mane balak ni masti ne rojindu karya najare padyu , satho sath balak ne pan khabar che ke kya kya eni mummy shu shu dhyan rakhe che. anand thai gayo.
‘દિવ્ય ભાસ્કર’માં આ રચના કોમલ ચુડાસમા (પોરબંદર)ના નામે રજુ થઈ છે તે આપની જાણ માટે!
jalsa padi gya
lata hirani