મધર્સ ડે નિમિત્તે આજે માણીએ ગુજરાતી ભાષાની આ અમર કૃતિ
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે
જનનીની….
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે
જનનીની…..
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે
જનનીની…
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ રે
જનનીની…
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે
જનનીની…
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે
જનનીની…
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લ્હાણ રે
જનનીની…
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે
જનનીની…
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે
જનનીની…
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે
જનનીની…
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.
– દામોદર બોટાદકર
Filed under: દામોદર બોટાદકર | Tagged: જનનીની જોડ સખી નહી જડે રે લોલ.mother's day special, દામોદર બોટાદકર, gujarati gazal |

વર્ષો ગયાં… પણ આ ગીતનાં બોલ ક્યારેય ભુલાવાના નથી… એ ગામ…એ નિશાળ …ને મોટે મોટેથી રાગથી ગવાતું તું આ ગીત.
ને આજે મા નું સ્મરણ !
આભાર.
aapne bahut aachha likha he. muje mere bachpan ki yaad aa gayi. thank u so much
Happy Mothers Day!
v. nice
ma koi divash mare nahi
ma te ma bija badha vagada na vaa.