ચાલ નીરવ ગઝલ માણી લઈએ


નામના કાજે તો સૌ કોઈ જીવે છે,
ચાલ નામશેષ થઈ જીવી લઈએ,

દુઃખે પ્રભુ પ્રાર્થના તો સૌ કોઈ કરે,
ચાલ સુખે પ્રભુ થોડાં ભજી લઈએ.

સુંદરતાની ખેવના તો સૌ કોઈ કરે,
ચાલ અરુપતાને આજે વાંછી લઈએ.

અમ્રુત-ઇરછા મંથને સૌ કોઈ કરે,
ચાલ વિષની કડવાશ સહી લઈએ.

શબ્દોથી ગઝલ તો સૌ કોઈ માણે,
ચાલ નીરવ ગઝલ માણી લઈએ.

સ્નેહા…
૨૨-૧૧-૦૮.
http://akshitarak.wordpress.com/

2 Responses

  1. bahuj saras rite samjavyu chhe ke naam ne loko ketlu mahtva appe chhe…bahu sundar abhivyakti chhe..

  2. ગઝલના છંદોનો અભ્યાસ કરવાની જરુર જણાય છે. ગઝલ છંદોબધ્ધ નથી.

Leave a comment