આજે બાલદિવસ ના પ્રંસગે “કૃષ્ણ દવે” આ સુંદર રચના
આ સઘળા ફૂલોને કહી દો યુનિફૉર્મમાં આવે ,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે .
મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમીંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું .
દરેક કુંપળોને કૉમ્પ્યુટર ફરજિયાત શીખવાનું ,
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું .
આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે ,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે .
અમથું કૈં આ વાદળીઓને ઍડ્મિશન દેવાનું ?
ડોનેશનમાં આખ્ખે – આખ્ખું ચોમાસું લેવાનું !
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો ,
આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો !!
– કૃષ્ણ દવે

ભર બપ્પોરે વૃક્ષોએ કોઈને છાંયો હવે પછીથી નહીં દેવો.
આ કૃષ્ણ દવેને કહી દો બસ આવી ગઝલો જ લખવાનું.
wonderful…khub j saras.
Its really Osam
સરસ.મજા આવી.
beautiful is the only word.
this is not only kalpana.
it is a creation.
aaj naa sikshan upar ane aaj naa vatavaran upar aa kavita fit besti laage chhe.excellent—— bipin
AA ” FUL KUPAL PATAGIYA ” FAFDI RAHYA…
MA…STER………CONVENTIYA THAI GAYA……
best gazal for education