બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો
માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો
ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો
એકાંત છેક તળિયે મળે તો મળી શકે
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો
-નયન દેસાઈ
Filed under: ગુજરાતી શાયરી, નયન દેસાઈ | Tagged: gujarati gazal |

It is a good poem, according to present behavior of man
Nice gazal.
બહુ જ સરસ. નયન દેસાઈની ગઝલમાથી કાંઈક નવું મળે જ.
એમનો પરીચય ડેટા મેળવી આપશો?
@suresh dada
mari jode nayan bhai ni koi mahiti nathi
hu shodi ne tamne apis
સરસ
ઓ દોસ્તો, દો તમતમારે સામટાં દુઃખો,
એમાં તો કાંઈ મારી રજા માગવાની હોય?
બહુ જ સરસ!!
“ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો…”
khoob sundar rachana..as usual…
માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો
superb…kharekhar manas sudhi pahochvu aghru j nahi ashaya jevu hoy che….
khub saru.
vahh vahhh
irshad irshad
khub saras
see my site……… collection of gujarati
http://www.patel.synthasite.com
ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો
ekdam sachu
Lambchoras ordama ek samay ghjuntay chhe….aa rachana hoyu tyo muksho