એને નવું વર્ષ કહેવાય….


આવનારુ સવંત ૨૦૬૫ નુ નૂતન વર્ષ આપને તથા આપના સર્વે કુટુમ્બીજનો ને ધન-ધાન્ય તેમજ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ લાભપ્રદ રહે તેવી શુભકામનાઓ સાથે શુભદિપાવલી અને નૂતન વર્ષાભિનંદન.

આ પ્રસંગે “અંકિત ત્રિવેદી” ની આ સુંદર રચના

મારાં સપનાં તારી આંખે સાચ્ચાં પડતાં જાય
એને નવું વર્ષ કહેવાય….
હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય….

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું ,
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ , શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય….

જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ ,
વહાલ નીતરતાં શ્વાસમાં ઘૂંટશું ઇશ્વરનો અહેસાસ
ટૂંકમાં , તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય
એને નવું વર્ષ કહેવાય….

– અંકિત ત્રિવેદી

5 Responses

  1. જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ ,
    વહાલ નીતરતાં શ્વાસમાં ઘૂંટશું ઇશ્વરનો અહેસાસ
    ટૂંકમાં , તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય
    એને નવું વર્ષ કહેવાય….
    – અંકિત ત્રિવેદીની ઉતમ ભાવના
    સૌમાં ઉતરો
    તેવી પ્રભુ પ્રાર્થના

  2. ખુબ સરસ
    નવા વર્ષની શુભેચ્છાઓ

  3. wah….wah…..
    happy new year.

  4. abhinandan kavi same to you
    thanks

Leave a comment