પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,
ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?
પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?
છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,
શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ?
દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,
દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?
શિલ્પ ચ્હેરાની પીડાનું આંખ સામે જોઈને,
છે વિસામણ એક આંસુ લૂછવું કેવી રીતે ?
કેટલા જન્મો થયા છે કેદ આ કોઠે પડી –
પૂછતું કોઈ નથી કે છૂટવું કેવી રીતે ?
આ ભરી મહેફિલ સજાવી બેસતાં લાખો છતાં,
જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે !
– ઊર્વીશ વસાવડા
Filed under: ઊર્વીશ વસાવડા | Tagged: પ્રશ્ન કોઈ પણ નથી તો , gujarati gazal |

સાદા સીધા શબ્દોંની ગૂંથણીમાં ઊંડે ઊતરવા જેવા ભાવ પણ માણી શકાય તેવી કૃતિ. … હરીશ દવે અમદાવાદ
દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,
દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?
આ ભરી મહેફિલ સજાવી બેસતાં લાખો છતાં,
જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે !
-ઉત્તમ અશઆર… આખી ગઝલ જ ગમી જાય એવી છે…
bahuj bahuj gahan arth vali gazal 6 …bahuj saras keep it up.
puchvu kevi rite,hamda etla saras gujrathi bolvu nathi avse,gazal ghana saras hatha,hun thoda thoda gujrathi padh saku .
Excellent…would like to read his other gazals…
hi hello mane pan gujrati gajal joyti che
very mature theme……and words which have been chosen by you are like pearls, very precious & selective
very nice .
keep it up.
Very good…best wishes.
Dear Friend,
Its really awesome. it has really touched me. keep writing man. i will always wait for your thoughts.
aa sbdo kyak alag j 6e
બો મસ્ત છે… પોસ્ત કર્તા રેજો :)
ઘણા ગહન પ્રશ્નો ઉભા કર્યા છે, ઊર્વીશભાઈ.આટલી સુંદર પંક્તીઓ બદલ આભાર…લખતા રહેજો.
superrrrrrr
i have not any word to explain