જગતના માણસો મારી કદર કરશે નહીં તો શું?
સરકતી રેતની સંગે સમય ફરશે નહીં તો શુ?
બહુ ઓછાં ફુલોને સ્પર્શવાનું ભાગ્ય પામ્યો છું
સુગંધોના બજારે જો પવન મળશે નહીં તો શુ?
દુવાઓ આમ કરવાની સમજ હોતી નથી ત્યારે
ગગનના પાલવેથી તારલા ખરશે નહીં તો શું?
ખુશીની કોઈ પળ આવે સદા એવું જ ચાહીએ
છતાં પડઘા દીવાલે આથડી ફરશે નહીં તો શું?
ઘણી સંભાળ રાખીને લખી છે આ ગઝલ આજે
દફન વેળા જરા ઉજાસ પથરાશે નહીં તો શું?
– સુનીલ શાહ
Filed under: સુનીલ શાહ | Tagged: gujarati gazal, sunil-shah |

બહુ ઓછાં ફુલોને સ્પર્શવાનું ભાગ્ય પામ્યો છું
સુગંધોના બજારે જો પવન મળશે નહીં તો શુ?
very gooood..!
બહુ ઓછાં ફુલોને સ્પર્શવાનું ભાગ્ય પામ્યો છું
સુગંધોના બજારે જો પવન મળશે નહીં તો શુ?
SARAS
ખુશીની કોઈ પળ આવે સદા એવું જ ચાહીએ
છતાં પડઘા દીવાલે આથડી ફરશે નહીં તો શું?
સરસ વિચાર–ભાવ.
hmm, saras che…. tame pan mane vanchi shako cho, a blog ma..
આપણે ગઝલ લખવાના પ્રયત્નો ચાલુ રાખવાના
મિત્રો માણે અને પ્રોત્સાહન આપે નહી તો શું