સમયના ફણી થી ડરે છે જ શાને?
દરદના ઝરણમાં ઝરે છે જ શાને?
પળો હોય જો જિંદગીમાં હુંફાળી
વરાળો બનીને ઠરે છે જ શાને?
ખયાલો સજાવી સદાયે હજારો
નશીલી પળોએ ધરે છે જ શાને?
સદાયે શ્વસે એ હ્રદયના ઈશારે
સલામી અવરને ભરે છે જ શાને?
ક્ષણોની ભવંરમાજ કેદી બનેલી
હવાઓ હવે તો ફરે છે જ શાને?
– સુનીલ શાહ
Filed under: સુનીલ શાહ | Tagged: આંસુ, આરજુ....!!!, ડરે છે જ શાને?, તકદીર ...!!!, તડફડાટ...!!!, દશા મારી, DARD, DUKH, gujarati gazal, sahitya, sunil-shah |

સુંદર રચના… છંદ પણ સરસ જળવાયો છે. અભિનંદન, મિત્ર!
very nice,i feel it was return for me.IN a busy life,man has so many desire to get in life
HI,
I LIKE THE GAZALS ON THIS SITE.
I BECAME A FAN OF THIS SITE.
IT IS A PLACE WHERE U CAN KNOW THAT TRUE GUJARATI LANGUAGE ALSO EXSIST IN MODERN WORLD.
IN GUJARATI ” AA JUNA GUJARAT NA SANSSAMARAN KARVAA MA MADAD KARE CHE KARAN KE AA JAMANA MA SHUDH GUJARATI BHASHA BAHUJ OCHI BOLVA MA AAVE CHE.