ઠેસ મારી, વિચાર ચાલે છે,
હિંચકો ના લગાર ચાલે છે.
ઓશિકું આકાશનું હું પણ કરત,
આભની કિંમત જરા ઊંચી પડી.
એક લીલી લાગણીને પામવા,
એક માણસ કેટલો ઘરડો પડે.
લોકના હોઠે હજી ચાલ્યા કરે છે ક્યારની,
ચાર હોઠે વિસ્તરેલી વારતા પૂરી થઈ.
તારો ઇશ્વર તારા જેવો,
મારા જેવો મારો ઇશ્વર.
છબી કોઈ ખેંચો, તરત આ ક્ષણે,
આ એકાદ વરસે હસાયું હશે.
હોય ઈશ્વર, તો તને વંદન કરી,
દોસ્ત, તારા નામ ઉપર ચોકડી.
આપણું હોવું છુપાવો શી રીતે ?
છે અરીસો એ તો સામો બોલશે.
એક માણસ કેવી રીતે જીવશે ?
એક પડછાયાએ તાક્યું તીર છે.
પરમ કૃપાળુ પરમાત્માનો પ્રશ્ન પૂછો છો !
ઉત્તર છે એક જ તસતસતો, એની માને …
અંધારું છે એથી ના દેખાઉં પરંતુ,
દૂર કરીશ તું ક્યાંથી ? તારો પડછાયો છું.
કોઈ કૂંપળ કોળી ઊઠશે,
પથ્થરને પણ પાણી પાજે.
હું ગઝલનો શેર છું સાહેબજી,
તું મને અખબાર માફક વાંચ મા.
-હરદ્વાર ગોસ્વામી
Filed under: હરદ્વાર ગોસ્વામી | Tagged: gujarati gazal |

vah….kya baaaaaaat he
hi,big b
i like your every poem
keep it up dear…………..
હરદ્વાર ગોસ્વામી ગુજરાતી ગીત ગઝલ ના
સર્જક અને ચાહકો ની લાગણી ના ગણધર
ઈશ્વર એમની કલમ ને ઝરણાં ની જેમ વહેતી
રાખે ……કે બી