આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા.


કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા.

મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા.

આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા.

કેટલુ સમજાવશે એ લોકને તું પણ “આદિલ”
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા

– આદિલ મન્સુરી

8 Responses

  1. મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
    રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા. very nice Adil saheb.

  2. મારી બહુ જ પ્રીય ગઝલ.

  3. Simply fantastic.
    Hearts started dancing mutely

  4. Vert heart touching words with vibration of Love sense

  5. Vary simple but heart touching….superb !

Leave a comment