વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?


વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?

જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?

-અનિલ ચાવડા

10 Responses

  1. vah, kharekhar bahu j gami…..

    badhu j ichcha pramane maltu hot, to biju shu joitu hatu?

  2. suder,excellent
    tamari kruti khub j gami, aapna pramne ane aapan ne joiti hoi em zindgi jo chalti hot to dunyia ma kio dukhi j na hot….
    આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
    પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?
    aa pankti khub j sunder hati
    .

  3. આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
    વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?

    Wah Bahu j Sundar Kavita che.

  4. varta akhi farithi madi shakati hot to shu hat?

  5. આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
    પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું?
    khub j fine!!!!!!!

  6. khub j sarash kidhu che,,,,

    kai sabdo nathi karan, k jo kahi sakatu hot to su joitu hatu tu?

  7. khub saras…gazal ma dam 6e bhai……

Leave a comment