સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે


સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.

હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.

સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે
હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.
છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.

જીવન સારું જીગરની આહ થી ફૂંકી દઉં ‘ઘાયલ’
કદીક મારા ઉપર મને ય એવી ખાઇ જાયે છે.

– અમૃત ઘાયલ

12 Responses

  1. તેમની જીવનઝાંખી વાંચો –

    અમૃત ‘ઘાયલ’ , Amrut Ghayal

  2. અને તું પણ રહ્યો જિદ્દી જ બદલાતા જમાનામા,
    ‘વફા’બદલી નહીં જોને બધા બદલાય જાયે છે.
    ‘વફા,

  3. zindagi ni vastvikta bahu sundr rite vyakt kari che,,tamri aavdat sache j daad mangi jay evi che…darek sabda ma thi dard chalke che…well done

  4. No word to Appreciate this one, its really a classic

  5. samay jata badhu saheva hady tevai jay che

  6. ghayal saheb ni aa gazal mane pahela thi j khub game chhe.
    temni smajavava ni rit khub j sari chhe

Leave a comment