દિવસો હણાઇ ગયા છે એના ગયા પછી,
રાત લાંબી થાય છે એના ગયા પછી,
શબ્દોને શું કરું ફના થઇ જવાનો દેહ…
આંખો દ્રવી પડે છે હવે એના ગયા પછી,
ઝંખના હતી વરસોથી ફળી નહીં કદી,
ફળવાનાં સ્વપ્ન તૂટી ગયા એના ગયા પછી,
કોરાણે મૂકું આંસુને એ શક્ય છે નહીં,
આંસુ ખરે છે આંખથી એના ગયા પછી,
એ આવશે એ ધારણાં ખોટી પડી,
એ આવવાના પન નથી એના ગયા પછી…..વિના બામણિયા
Filed under: વિના બામણિયા |

Nice Gazaal