હળવે હળવે શીત લહેર મા ઝુમી રહી છે ડાળો
સન્ગાથે સુખ શોધીએ રચીએ એક હુન્ફાળો માળો
એકમેક ને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે
મનગમતા માળાનુ સપનુ જોયુ છે સન્ગાથે
અણગમતુ જ્યા હોયે કશુ ના
માળો એક હુન્ફાળો
સન્ગાથે સુખ શોધીએ
રચીએ એક હુન્ફાળો માળો
મનગમતી ક્શન ના ચણચણીએ
ના કરશુ ફરિયાદ;
મખમલ મખમલ પીન્છા વચ્ચે
રેશમી હો સન્વાદ
સપના કેરી રજાઇ ઓઢી
માણીએ સ્પર્શ સુન્વાળો
સન્ગાથે સુખ શોધીએ
રચીએ એક હુન્ફાળો માળો!!
મઝિયારા માળામા રેલે સુખની રેલમછેલ
એક્મેકના સાથમા શોભે વ્રુક્શ ને વીટી વેલ
મનહર મદભર સુન્દરતામા હોયે આપણો ફાળો
સન્ગાથે સુખ શોધીએ
રચીએ એક હુન્ફાળો માળો!!
-તુશાર શુક્લ
Filed under: તુષાર શુક્લ |

[…] આખી રચના વાંચવા અહીં ‘ક્લીક’ કરો. […]
SARAS GAZAL..THANKS,
Sree Tusarbhai sree Jani Saheb
Khub Sundar, Sharir nu ketlu badhu mahtva, ATMANE jeni jarur pade chhe. Ghar -Mala ni Etalij Jarur chhe sou ne sathe raheva – Anandni Laheroman Jumva.
પ્રિય સુરેશભાઈ તમને અને તુષાર શુક્લને ધન્ય વાદ બહુ સરસ કાવ્ય રચના હતી . અને તમારી વાર્તા અતિ સુંદર હતી .