મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
હતો જે આપણો સંબંધ એના ભગ્ન અવશેષો
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
તને આગળ ને આગળ હું હજી જોયા કરું અથવા
પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
ચણાયા કાકલૂદી પર થરતી જ્યોતના કિસ્સા
દીવાની જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં
અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
– શોભિત દેસાઈ
Filed under: શોભિત દેસાઈ |

મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું….
શોભિત દેસાઈ
શોભિતભાઈ ની ગઝલ ખુબજ માર્મીક શબ્દો મા
ગુંથાયેલી સુંદર રચના જ્યાં ગામ જ આખું મીણ
ના પૂતળા જેવું હોય એવા ગામ માં લાગણીયો
તરફળી ને માછલી ની જેમ જીવન નો અંત લાવી
દે જો લાગણીયો ને હૂંફ મળે તો જંગલ માં પણ
મંગલ થઇ જાયે
કે બી